વિશ્વમાં ધામધૂમપુર્વક ક્રિસમસની ઊજવણી, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિએ શુભકામનાઓ પાઠવી
Live TV
-
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે પણ ક્રિસમસની શુભકામનાઓ પાઠવી છે.
વિશ્વમાં ધામધૂમપુર્વક ક્રિસમસની ઊજવણી કરવામાં આવી રહી છે. ગોવા, મહારાષ્ટ્રના મંબઇ, કર્ણાટક, તેમજ દિલ્હીમાં લોકો ઉત્સાહપુર્વક ક્રિસમસ મનાવી રહ્યા છે. આ પહેલાં રાતે બાર વાગ્યા પહેલાં લોકો ક્રિસમસના જશ્નમાં ડૂબી ગયા હતા. આ પ્રસંગે ચર્ચમાં વિશેષ પ્રાર્થના સભાઓનું આયોજન થયું હતું. તમિલનાડુના મદુરાઇ, પશ્ચિમ બંગાળના કોલકતા, આસામના સિલીગુડી, બિહારના પટણા અને ગોવામાં ચર્ચને સજાવવામાં આવ્યા છે.
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ ક્રિસમસ પર્વના એક દિવસ પહેલાં શનિવારે નવી દિલ્હીના Sacred Heart Cathedral Churchની મુલાકાત લીધી હતી અને લોકોને શુભકામનાઓ પાઠવી હતી. ચર્ચના પાદરીએ રાષ્ટ્રપતિને આવકાર આપ્યો હતો. રાષ્ટ્રપતિએ માનવતાના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી અને બાળકોને ગિફ્ટ આપીને તેમની સાથે તસવીર પણ ખેંચાવી હતી. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ આ અંગે જણાવે છે કે, આ પર્વ સંપૂર્ણ માનવ જાતિ માટે શાંતિ અને ભાઈચારાનું પ્રતિક છે. ક્રિસમસનો પર્વ લોકોને એકબીજા સાથે સ્નેહ અને દયાની પ્રેરણા આપે છે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે પણ ક્રિસમસની શુભકામનાઓ પાઠવી છે.
