27 ડિસેમ્બરે તમામ આરોગ્ય સુવિધા કેન્દ્રો પર કોવિડ–19 રોગચાળા સંદર્ભમાં મોકડ્રીલ યોજવાનો આદેશ
Live TV
-
તમામ રાજ્યોના અને કેન્દ્રશાસિત પ્રદેશોના અધિક મુખ્ય સચિવ, અગ્ર સચિવ અને આરોગ્ય અગ્રસચિવને લખેલા પત્રમાં આ સૂચના આપી છે.
કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયે આગામી મંગળવારે દેશભરના તમામ આરોગ્ય સુવિધા કેન્દ્રો પર કોવિડ–19 રોગચાળા સંદર્ભમાં મોકડ્રીલ યોજવા નિર્દેશ આપ્યા છે. કેન્દ્રિય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે તમામ રાજ્યોના અને કેન્દ્રશાસિત પ્રદેશોના અધિક મુખ્ય સચિવ, અગ્ર સચિવ અને આરોગ્ય અગ્રસચિવને લખેલા પત્રમાં આ સૂચના આપી છે. તેમણે જણાવ્યું છે કે, આ મોકડ્રીલનો હેતુ કોવિડ રોગચાળાના નિયંત્રણ માટેની આરોગ્ય સુવિધાની તૈયારીઓ સુનિશ્ચિત કરવાનો છે. તેમણે કહ્યું છે કે, મોકડ્રીલ દરમિયાન આરોગ્ય સુવિધાની ઉપલબ્ધતા, હોસ્પિટલોમાં, પથારીની ક્ષમતા, માનવીય સંસાધન જેમાં તબીબો, નર્સ અને પેરામેડિકલ કર્મચારીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ટેકનોલોજી અને જીવન રક્ષક મશીન, સુવિધાયુક્ત એમ્બ્યુલન્સ, તપાસ ક્ષમતા અને મેડિકલ ઓક્સિજનની ઉપલબ્ધતા પર વિશેષ ધ્યાન આપવાનું રહેશે. પત્રમાં જણાવ્યું છે કે, આ મોકડ્રીલ જિલ્લા અધિકારીના દિશા-નિર્દેશો સાથે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરીને જિલ્લા કલેક્ટરના માર્ગદર્શનમાં કરવામાં આવે.
