Skip to main content
Settings Settings for Dark

વૈશ્વિક કોરોના મહામારી સામે ભારતનું આરોગ્ય વિભાગ સુસજ્જ

Live TV

X
  • સમગ્ર વિશ્વમાં હાલ કોરોનાના BF.7 નામના નવા વેરીયન્ટનો કહેર જોવા મળી રહ્યો છે. કોરોનાના આ નવા વેરીયન્ટના કારણે કેટલાક દેશોમાં લોકડાઉન જેવી સ્થિતી સર્જાઈ છે. તો કેટલાક નિષ્ણાંતોના મતે આ કોરોનાની ત્રીજી લહેર પણ માનવામાં આવી રહી છે. ખાસ કરીને BF.7 વેરીયન્ટના કારણે ચીનમાં અનેક લોકોના મૃત્યું પામ્યા છે. અને કેટલાક વિસ્તારોમાં લોકડાઉન કરવાની પણ સ્થિતી ઉભી થઈ છે. તો બીજી તરફ વિશ્વના કેટલાક દેશો  કોરોનાના નવા વેરિયન્ટ સામે લડી રહ્યા છે. ત્યારે ભારતમાં પણ સાવચેતીના ભાગ રુપે કોરોના સામે લડત આપવાની અને તેને વધારે પ્રમાણમાં ન ફેલાય તે માટે અનેક પગલા લેવામાં આવી રહ્યા છે.

    ભારતમાં પણ કોરોનાના નવા વેરીયન્ટ BF.7 નો પગ પેસારો થઈ ચુક્યો છે. જો વિશ્વના અન્ય દેશોની સરખામણીએ ભારતમાં કોરોનાના કેશ ખુજ જ ઓછા છે, અને તેનું મુખ્ય કારણ ભારતમાં ચાલેલા રશીકરણના મહાઅભિયાનને માનવામાં આવે છે. ભારતમાં બનેલી કોવીશીલ્ડ અને કોવેક્શીન નામની બંને રશીઓ હાલના નવા વેરીયન્ટ સામે કારગર સાબીત થઈ છે. ભારતમાં થયેલા રશીકરણની જો વાત કરવામાં આવે તો 1 અબજ 35 કરોડથી વધારે લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. તેમાથી 82 કરોડ 11 લાખ લોકોને પ્રથમ ડોઝ અને 53 કરોડ 14 લાખ લોકોને કોરોનાનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. ભારતમાં મોટા પ્રમાણમાં થયેલા રસીકરણને કારણે જ ચીનમાં હાહાકાર મચાવનાર BF.7 વેરીઅન્ટ ભારતના વધારે નુકસાન કારક સાબીત નથી થઇ રહ્યો. રસીકરણના કરણે ભારતમાં લોકોની બોડી હાલ પુરતી તો નવા વેરીયન્ટનો સામનો કરવા માટે સક્ષમ બની ચુકી છે, કારણ કે જે વેરીયન્ટના કારણે ચીનમાં હજારો લોકોના મોત થઈ રહ્યા છે તે જ વરિયન્ટના સંક્રમીત લોકો ભારતમાં થોડા જ દિવસોમાં કોરોના મુક્ત થઈ રહ્યા છે. જેના પરથી તારણ કાઢી શકાય કે ભારતમાં બનેલી બંને કોરોનાની રસી કોરોનાના નવા વેરિયન્ટ BF.7 સામે લડવા માટે કારગર સાબીત થઈ રહી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply