સંસદનું શિયાળુ સત્ર નિર્ધારિત સમયના છ દિવસ પહેલાં આવતીકાલે સમાપ્ત થશે
Live TV
-
સંસદનું શિયાળુ સત્ર નિર્ધારિત સમયના છ દિવસ પહેલાં આવતીકાલે સમાપ્ત થશે. આજે લોકસભામાં શૂન્યકાળ દરમિયાન, વિપક્ષના સભ્યોના સતત વિરોધના કારણે ગૃહની કાર્યવાહી ચાલી શકી નહોતી. તેઓ ભારત-ચીન સરહદ મુદ્દા પર ચર્ચાની માંગણી કરી રહ્યા હતા, ત્યારે સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું કે, કામકાજ સલાહકાર સમિતિએ આવતીકાલે ગૃહને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે, કેટલાક બિલો અને ઘણી મહત્વપૂર્ણ ચર્ચાઓ હજુ બાકી છે. તેમણે વિપક્ષી સભ્યોને ગૃહને કામકાજ કરવા દેવા વિનંતી કરી. આ મહિનાની 7મી તારીખે શરૂ થયેલું સત્ર 29મી ડિસેમ્બરે પૂરું થવાનું હતું. અગાઉ, ઘણા વિપક્ષી નેતાઓએ પણ ક્રિસમસ અને નવા વર્ષને ધ્યાનમાં રાખીને સત્ર વહેલું સમાપ્ત કરવાની વિનંતી કરી હતી.
