પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશમાં કોવિડની પરિસ્થિતિ અને તેને લગતી બાબતો અંગે આજે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશમાં કોવિડની પરિસ્થિતિ અને તેને લગતી બાબતો અંગે આજે બપોરે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજશે. તાજેતરમાં ચીન, જાપાન, અમેરિકા અને ફ્રાન્સ દેશોમાં કોવિડના કેસોમાં નોંધાયેલ નોંધપાત્ર વધારાને ધ્યાનમાં લઈને આજની સમીક્ષા બેઠક યોજાશે. દરમિયાન કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાના અધ્યક્ષ પદે ગઈકાલે યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં દેશની કોવિડની પરિસ્થિતિની સમિક્ષા કરવામાં આવી હતી. માંડવિયાએ આરોગ્ય વિભાગના અધિકારીઓને પરિસ્થિતિ ઉપર ચાંપતી નજર રાખવા અને સંભવિત પરિસ્થિતિ માટે સજ્જ રહેવા નિર્દેશ આપ્યો હતો. તેમણે નાગરિકોને કોવિડ સામેના રક્ષણ માટેના નિયમોનું ચુસ્ત રીતે પાલન કરવા અને કોવિડની રસી સમયસર લેવા અનુરોધ કર્યો હતો.
