સરકારે હવાઈ મુસાફરોને સુચારૂ મુસાફરી સેવા મળી રહે તે માટે, એરપોર્ટ ઓપરેટરોને નવી વ્યવસ્થા ઉભી કરવા નિર્દેશ આપ્યા
Live TV
-
સરકારે, પીક અવર્સ દરમ્યાન હવાઈ મુસાફરોને સુચારૂ મુસાફરી સેવા મળી રહે તે માટે, એરપોર્ટ ઓપરેટરોને નવી વ્યવસ્થા ઉભી કરવા તથા ક્ષમતા વધારવા નિર્દેશ આપ્યા છે. નાગરીક ઉડ્ડયન સચિવ રાજીવ બંસલે, ગઈકાલે યોજાયેલી બેઠકમાં આ નિર્દેશ આપ્યા છે. ઉલ્લેખનીય છે કે, બેંગલુરૂ અને મુંબઈ એરપોર્ટ પર પીક અવર્સ દરમ્યાન ભીડ ધટાડવા લેવાયેલા પગલાંની સમીક્ષા કરવા આ બેઠક યોજાઈ હતી. જેમાં એરપોર્ટ ઓપરેટરોને પ્રવેશદ્વારો પર સાઈન બોર્ડ લગાવવા, ચેક-ઈન કાઉન્ટર અને એકસ-રે મશીનોની સંખ્યા વધારવા પીક અવર્સમાં સમયપત્રને સંતુલીત કરવા સંબંધિત માહિતી મુસાફરો સુધી પહોચાડવા જેવા પાસાઓ અંગે અહેવાલ આપવા જણાવાયા છે. નાગરીક ઉડ્ડયન મંત્રાલયે કહ્યું કે, તે દેશન મોટા એરપોર્ટ પર પરિસ્થિતી પર સતત દેખરેખ રાખતાં સ્થિતીમાં સુધારો થયો છે.
