શિક્ષણ ક્ષેત્રે સંશોધન, નવકલ્પના અને જ્ઞાનના આદાન પ્રદાનને વધારવા અંગેના 106 સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરાયા
Live TV
-
કેન્દ્રિય શિક્ષણ અને કૌશલ્ય વિકાસ મંત્રાલય અને અગ્રણી શિક્ષણ સંસ્થાઓના અધિકારીઓએ ગઈકાલે નવી દિલ્હીમાં આ સમજૂતી કરાર ઉપર હસ્તાક્ષર કર્યા હતા. અખિલ ભારત શિક્ષણ સમાગમ વખતે થયેલા આ સમજૂતી કરારનો ઉદેશ શાળાકીય શિક્ષણ તથા સાક્ષરતા વધારવાના પ્રોજેક્ટોમાં જાહેર અને ખાનગી ભાગીદારી વધારવાનો છે.આ પ્રસંગે CBSEએ કૌશલ્ય વિકાસને ધ્યાનમાં લઈને અટલ ઇનોવેશન, IBM, માઇક્રોસોફ્ટ જેવી સંસ્થાઓ સાથે 15 સમજૂતી કરાર કર્યા. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગે ભારતીય સંકેત ભાષા સંશોધન અને તાલિમ કેન્દ્ર સાથે ત્રણ MOU કર્યા છે.NCERTએ 20 અને શિક્ષણ ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સહકાર વધારવા છ સમજૂતી કરાર થયા છે.
