Skip to main content
Settings Settings for Dark

શુભેન્દુ અધિકારીએ નંદીગ્રામ બેઠક પરથી નોંધાવી ઉમેદવારી, મમતા બેનરજી સાથે થશે સીધો મુકાબલો 

Live TV

X
  • મમતા બેનરજી આ બેઠક પર ઉમેદવારી નોંધાવી ચુક્યા છે. 

    પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે સૌથી નિર્ણાયક મનાઇ રહેલી નંદીગ્રામ બેઠક માટે ભાજપ નેતા શુભેન્દુ અધિકારીએ ઉમેદવારી નોંધાવ્યા પછી વિસ્તારમાં રાજકીય પારો ચરમસીમા પર પહોંચી ચુક્યો છે. શુભેન્દુએ શુક્રવારે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. તેમનો સીધો મુકાબલો મુખ્યમંત્રી મમતા બેનરજી સાથે થશે. મમતા બેનરજી આ બેઠક પર ઉમેદવારી નોંધાવી ચુક્યા છે. 

    બીજી તરફ કોંગ્રેસે પશ્ચિમ બંગાળ માટે 30 સ્ટાર પ્રચારકોની યાદી જારી કરી છે. યાદીમાં પક્ષના વર્તમાન વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી, પુર્વ પ્રધાનમંત્રી ડો.મનમોહનસિંહ, પક્ષના નેતા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી , સચિન પાયલોટ, નવજોતસિંહ સિદ્ધુ, અભિજીત મુખરજી અને મહમદ અઝરૂદ્દીનનો સમાવેશ થાય છે. તામિલનાડુમાં ડેપ્યુટી મુખ્યમંત્રી પનીર સેલ્વમે વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભર્યું હતું. બીજી તરફ દ્રમુક પાર્ટીએ 173 બેઠકો માટે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2025 Max Temp : °C Min Temp : °C
apply