સંસદના ચોમાસાં સત્ર પહેલાં NDAના ફ્લોર લીડર્સની આજે મળશે બેઠક
Live TV
-
સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ ચોમાસા સત્ર દરમિયાન તમામ સાર્થક ચર્ચામાં જવાબ આપવા માટે તમામ પક્ષોને વિનંતી કરી
સંસદના ચોમાસા સત્ર પહેલાં આજે NDAના ફલોર લીડર્સની બેઠક મળશે. બેઠકમાં મહત્વપૂર્ણ મુદ્દાઓ અને સંસદીય કામકાજ પર ચર્ચા સાથે. આ સાથે જ વિપક્ષને ઘેરવાની વ્યૂહરચના પર મંથન કરવામાં આવશે. આ પહેલા સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ ચોમાસા સત્ર દરમિયાન તમામ સાર્થક ચર્ચામાં જવાબ આપવા માટે તમામ પક્ષોને વિનંતી કરી હતી.
દેશમાં યોજાનાર આગામી લોકસભાની ચૂંટણી માટે તમામ દળોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેના અનુસંધાને મંગળવારે દિલ્હીમાં NDAના ઘટક દળોની બેઠક મળી હતી, જેમા 39 ઘટક દળોએ ભાગ લીધો હતો. બેઠકમાં પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો, જેમાં તમામ 39 દળોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સતત ત્રીજી વાર લોકસભા ચૂંટણી લડવા માટે સહમતિ દર્શાવી હતી અને સરકાર બનાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ બેઠકમાં પ્રધાનમંત્રીએ વિપક્ષ પર પ્રહાર કરતા જણાવ્યું કે, જે ગઠબંધન સત્તાની મજબૂરીમાં બને તે ગઠબંધન દેશને બહુ નુકસાન પહોંચાડે છે.
