Skip to main content
Settings Settings for Dark

ભારતની G-20 અધ્યક્ષના અંતર્ગત રોજગાર કાર્યકારી જૂથની આજે ચોથી અને અંતિમ બેઠક

Live TV

X
  • ભારતની G-20 અધ્યક્ષના અંતર્ગત રોજગાર કાર્યકારી જૂથની આજે ચોથી અને અંતિમ બેઠક આજથી મધ્ય પ્રદેશના ઇન્દૌરમાં શરૂ થશે. બેઠકમાં G-20 દેશો અને આંતર રાષ્ટ્રીય સંગઠનોના 86 પ્રતિનિધિઓ ભાગ લેશે. આ બેઠકમાં શ્રમ, રોજગાર અને સામાજિક સુરક્ષા  સાથે જોડાયેલ મુદ્દાઓ પર , ચર્ચા કરવામાં આવશે. આ બેઠકનું સમાપન 21 જુલાઈએ G-20 દેશોના શ્રમ અને મંત્રીઓની બેઠક  સાથે થશે. તો બીજી તરફ ગોવામાં આજથી ઊર્જા રૂપાંતરણ કાર્યસમૂહની બેઠક યોજાશે. બે દિવસીય બેઠકમાં ઊર્જા પરિવર્તનથી જોડાયેલ પડકારો પર ચર્ચા કરવામાં આવશે. આ બેઠકની અધ્યક્ષતા કેન્દ્રીય મંત્રી આર.કે.સિંહ કરશે. આ બેઠકમાં ન્યાય સંગત વિકાસ લક્ષ્યોને પ્રાપ્ત કરવા એક સામૂહિક રોડ  મેપ તૈયાર કરવામાં આવશે.

    ગાંધીનગરમાં  G -20 દેશોના નાણાં મંત્રીઓ અને સેન્ટ્રલ બેંક ગર્વનરો વચ્ચેની FMCBG ની  બીજા  દિવસની બેઠક મંગળવારે પૂર્ણ થઈ હતી. તેમાં ગ્લોબલ ઇકોનોમી અને ક્લાઇમેટ ચેન્જ  સહિતના વિષયો ઉપર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ અંગે માહિતી આપતાં નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, ખૂબ હકારાત્મક માહોલમાં યોજાયેલી FMCBG ની બેઠકમાં આંતરરાષ્ટ્રીય અર્થતંત્ર સંદર્ભમાં વિસ્તૃતમાં ચર્ચા થઇ હતી. કલાયમેટ ચેન્જના માહોલમાં ગ્લોબલ ઇકોનોમી પર થનારી અસર પર ચિંતન કરવામા આવ્યું હતું. મહત્વની ગણાતી માઇક્રો ઇકોનોમી પર પણ ચર્ચા થઇ હતી. ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરમાં આયોજિત  G - 20 દેશોના નાણામંત્રીઓની બે દિવસની બેઠકનો ગઈકાલે  છેલ્લો દિવસ હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply