જમ્મુ કાશ્મીરના કુપવાડામાં સુરક્ષાદળો સાથેની અથડામણમાં 2 આંતકવાદીઓ ઠાર
Live TV
-
જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાં આજે સવારે સુરક્ષાદળોએ આતંકવાદીઓની ઘૂસપેઠને નાકામ બનાવી છે. કુપવાડાના માછીલ સેકટરમાં સુરક્ષાદળો સાથેની અથડામણમાં 2 આતંકવાદીઓ માર્યા ગયા છે. માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી એ.કે. -47 અને 6 હેન્ડ ગ્રેનેડ સહિતના હથિયાર મળી આવ્યા હતા.. હાલ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. તો અનંતનાગમાં આતંકવાદીઓએ બે મજૂરો પર ગોળીબાર કરતા બંને મજૂર ઘાયલ થયા હતા. બંનેને હોસ્પિટલમા દાખલ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ, બિહારમાંથી NIA અને ATS પટણાની સંયુક્ત કાર્યવાહીમાં PFI ના માસ્ટર માઈન્ડ યાકૂબ ઉર્ફે સુલતાનની ધરપકડ કરવામાં આવી છે.
