Skip to main content
Settings Settings for Dark

NDA આગામી લોકસભાની ચૂંટણી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં લડશે

Live TV

X
  • રાષ્ટ્રીય લોકતાંત્રિક મોરચો – NDAના બધા જ ઘટક પક્ષોએ લોકસભાની આગામી ચૂંટણી સાથે મળીને તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં લડવાનો નિર્ણય લીધો છે.

    દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષ પદે યોજાયેલી NDA ની બેઠકમાં 39 ઘટક પક્ષોના પ્રતિનિધીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ઉપસ્થિત પ્રતિનિધીઓએ પ્રધાનમંત્રીના નેતૃત્વમાં સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. 

    ગઇકાલની બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારે છેલ્લા નવ વર્ષમાં સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના ધ્યેય હાંસલ કર્યા હોવાના ઠરાવને બહાલી અપાઇ હતી. 

    મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ આ ઠરાવ રજુ કર્યો હતો. કોવિડના કપરા સમયમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે આપેલી સફળ લડત અને રસી ઉત્પાદન ક્ષેત્રે મેળવેલી આત્મનિર્ભરતાની સમગ્ર વિશ્વએ નોંધ લઇને પ્રશંસા કરી હતી. તેનો પણ ઉલ્લેખ છે. ઠરાવમાં જણાવ્યું છે કે, નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત દેશ પ્રગતિના પંથે ઝડપથી આગળ વધી રહ્યો છે.

    ઉલ્લેખનીય છે કે, NDA મોરચાની સ્થાપનાને 25 વર્ષ પૂર્ણ થયા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply