સંસદ ભવન પરિસરમાં NDA સંસદીય બોર્ડની મળશે બેઠક
Live TV
-
ભાજપ તથા એનડીએના પક્ષોએ મળીને ત્રીજી વાર સરકાર રચવાની તૈયારીઓ શરૂ કરી છે.
આજે દિલ્હી ખાતે સંસદ ભવન પરિસરમાં NDA સંસદીય બોર્ડની બેઠક મળશે. ભાજપ તથા એનડીએના પક્ષોએ મળીને ત્રીજી વાર સરકાર રચવાની તૈયારીઓ શરૂ કરી છે. આજની બેઠકમાં તમામ ઘટક દળો તેમજ ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ તેમજ નાયબ મુખ્યમંત્રીઓ પણ હાજર રહેશે. બેઠકમાં નરેન્દ્ર મોદીને સંસદળીય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવશે. લોકસભાની ચૂંટણીમાં ભાજપને 240 બેઠક ઉપર જીત મળી છે. જોકે સહયોગી દળ સાથે મળીને તેઓ સરકાર રચવા માટે જરૂરી 272 અંકને પાર કરતાં 292ના સંખ્યાબળ સાથે સરકાર રચવાની કામગીરી હાથ ધરશે.
