Skip to main content
Settings Settings for Dark

સમાન નાગરિક સંહિતા ઉપર ચર્ચા માટે આજે સંસદીય સ્થાયી સમિતિની બેઠક

Live TV

X
  • યુનિફોર્મ સિવિલ કોડના મુદ્દા પર આજે સંસદની સ્થાયી સમિતિની કર્મચારીઓ, જાહેર ફરિયાદો, કાયદો અને ન્યાયની બેઠક મળશે.

    યુનિફોર્મ સિવિલ કોડના મુદ્દા પર આજે સંસદની સ્થાયી સમિતિની કર્મચારીઓ, જાહેર ફરિયાદો, કાયદો અને ન્યાયની બેઠક મળશે. સમિતિના અધ્યક્ષ અને ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભા સાંસદ સુશીલ મોદીએ કહ્યું કે સમિતિ આ મુદ્દે સંબંધિત પક્ષોના મંતવ્યો માંગશે. તેમણે કહ્યું કે સમિતિની બેઠક બિનરાજકીય છે કારણ કે તેમાં તમામ રાજકીય પક્ષોના સભ્યો સામેલ છે. મહત્વનું છે કે, યુનિફોર્મ સિવિલ કોડ નાગરિકો માટે એક સમાન કાયદો ઘડવા અને લાગુ કરવાની દરખાસ્ત કરે છે. આ સંહિતા ધર્મ અને જાતિના આધારે ભેદભાવ વિના તમામ નાગરિકોને સમાનરૂપે લાગુ પડશે. હાલમાં, દેશમાં વિવિધ સમુદાયો તેમના પોતાના અંગત કાયદાઓ અનુસાર કાર્ય કરી રહ્યા છે. ગયા મહિને 14 જૂનના રોજ કાયદા પંચે લોકોને અને નોંધાયેલ ધાર્મિક સંગઠનોને તેમના સૂચનો આપવા અને સમાન નાગરિક સંહિતા પર તેમનું વલણ રાખવા જણાવ્યું હતું. જોકે, સામાન્ય નાગરિકો આ મુદ્દે તેમના સૂચનો 14 જુલાઈ સુધી મોકલી શકે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply