દિલ્હીના રાષ્ટ્રીય સંગ્રાહલયમાં ધર્મ ચક્ર પ્રવર્તન દિવસની કરાશે ઉજવણી
Live TV
-
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે અષાઢી પૂર્ણિમા પર આયોજીત ધર્મ ચક્ર પ્રવર્તન દિવસ નિમિત્તે દિલ્હીના રાષ્ટ્રીય સંગ્રહાલયમાં યોજાનારા કાર્યક્રમને વર્ચ્યુઅલી સંબોધિત કરશે. સંસ્કૃતિ મંત્રાલય અને આંતરરાષ્ટ્રીય બૌદ્ધ આજે આષાઢ પૂર્ણિમાના રોજ રાષ્ટ્રીય સંગ્રહાલયમાં ધર્મ ચક્ર પ્રવર્તન દિવસ ઉજવણી કરશે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે અષાઢી પૂર્ણિમા પર આયોજીત ધર્મ ચક્ર પ્રવર્તન દિવસ નિમિત્તે દિલ્હીના રાષ્ટ્રીય સંગ્રહાલયમાં યોજાનારા કાર્યક્રમને વર્ચ્યુઅલી સંબોધિત કરશે. સંસ્કૃતિ મંત્રાલય અને આંતરરાષ્ટ્રીય બૌદ્ધ આજે આષાઢ પૂર્ણિમાના રોજ રાષ્ટ્રીય સંગ્રહાલયમાં ધર્મ ચક્ર પ્રવર્તન દિવસ ઉજવણી કરશે. આ આંતરરાષ્ટ્રીય બૌદ્ધ પરિસંઘનો વાર્ષિક પ્રમુખ કાર્યક્રમ છે. બૌદ્ધ પૂર્ણિમા પછી બૌદ્ધો માટે બીજો સૌથી પવિત્ર દિવસ માનવામાં આવે છે. કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ નેપાળના લુમ્બિનીમાં IDCની વિશેષતા 'ઇન્ડિયા ઇન્ટરનેશનલ બૌદ્ધ સંસ્કૃતિ અને હેરિટેજ સેન્ટર' પરની ફિલ્મનું સ્ક્રીનિંગ હશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેનો શિલાન્યાસ કર્યો હતો. ગયા વર્ષે બૌદ્ધ પૂર્ણિમા પર નેપાળના લુમ્બિનીમાં આ ક્રેન્દ્રની આધારશિલા રાખવામાં આવી હતી. આ કાર્યક્રમમાં અગ્રણીઓ, બૌદ્ધ સંઘોના સંઘરક્ષક, પ્રસિદ્ધ ગુરુઓ, વિદ્વાનો સહિત અનેક લોકો ભાગ લેશે. રાષ્ટ્રપતિ આજથી કર્ણાટક, તેલંગાણા, મહારાષ્ટ્રના પાંચ દિવસના પ્રવાસે છે. તેઓ સત્ય સાંઈ વિશ્વ વિદ્યાલયના દિક્ષાંત સમારોહમાં પણ ભાગ લેશે.
