શેરબજારમાં સેન્સેક્સ 65 હજારની સપાટીને પાર, શેરબજારમાં તેજીનો માહોલ
Live TV
-
ભારતીય શેરબજાર આજે રેકોર્ડબ્રેક ઉછાળા સાથે ખુલ્યું હતું. 280 અંકની મજબૂતી સાથે સેન્સેક્સ પહેલીવાર 65 હજારની પાર પહોંચ્યો છે.
ભારતીય શેરબજાર આજે રેકોર્ડબ્રેક ઉછાળા સાથે ખુલ્યું હતું. 280 અંકની મજબૂતી સાથે સેન્સેક્સ પહેલીવાર 65 હજારની પાર પહોંચ્યો છે. શરૂઆતી કારોબારમાં નિફ્ટીએ પણ 19 હજાર 250ની સપાટી વટાવી હતી. તો 30 જુલાઈએ રેકોર્ડ બ્રેક સ્તરે માર્કેટ બંધ થયું હતું. સૌથી વધુ મેટલ અને બેન્કિંગ સ્ટોક્સમાં વધારો જોવા મળી રહ્યો છે. માર્કેટમાં તેજી પાછળ મજબૂત ગ્લોબલ સંકેત, જૂન મહિનામાં GST કલેક્શન અને ડૉલરની સરખામણીએ ભારતીય રૂપિયામાં મજબૂતી કારણભૂત માનવામાં આવે છે. શરૂઆતી કારોબારમાં 19 પૈસાના વધારા સાથે ડૉલરની સામે ભારતીય રૂપિયો 81.91 પર પહોંચ્યો છે.
