સરકારે છૂટક ભાવમાં ફુગાવાને રોકવા માટે ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાને ઘઉં અને ચોખાની ઈ-હરાજી હાથ ધરવા નિર્દેશ આપ્યો
Live TV
-
સરકારે, છૂટક ભાવમાં ફુગાવાને રોકવા માટે ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા- FCI ને ઘઉં અને ચોખાની ઈ-હરાજી હાથ ધરવા નિર્દેશ આપ્યો છે.FCIના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર અશોક મીણાએ નવી દિલ્હીમાં મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે, ઘઉંના સંગ્રહને નિયંત્રિત કરવા માટે સરકારે નિર્ણય લીધો છે
હરાજીમાં ભાગ લેવા માટે ઘઉંના સ્ટોક મોનિટરિંગ સિસ્ટમ પોર્ટલમાં જાહેર કરવું ફરજિયાત છે. વધુમાં અસલી પ્રોસેસર્સ અને વેપારીઓને ઓળખવા માટે સહભાગિતા માટે માન્ય FSSAI લાઇસન્સ પણ ફરજિયાત બનાવવામાં આવ્યું છે. ખરીદનાર આ ઈ-ઓક્શનમાં વધુમાં વધુ 100 મેટ્રિક ટન સુધીની બોલી લગાવી શકે છે. ઘઉંના નાના પ્રોસેસર્સ અને વેપારીઓને સમાવવા માટે લઘુત્તમ જથ્થો 10 મેટ્રિક ટન રાખવામાં આવ્યો છે. ઓપન માર્કેટ સેલ સ્કીમ-ડોમેસ્ટિક હેઠળ ચોખાની ઈ-ઓક્શન આવતા મહિનાની 5મી તારીખથી શરૂ થશે.
