પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાથી ઈજિપ્તની તેમની પ્રથમ સત્તાવાર મુલાકાતે જવા રવાના
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાથી ઈજિપ્તની તેમની પ્રથમ સત્તાવાર મુલાકાતે જવા રવાના થયા છે. ઇજિપ્તની બે દિવસીય મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ-સીસી સાથે વાર્તાલાપ કરશે. તેઓ ઇજિપ્ત સરકારના વરિષ્ઠ મંત્રીઓ અને અન્ય મહાનુભાવો સાથે પણ મુલાકાત કરશે. નરેન્દ્ર મોદી ભારતીય સમુદાયને પણ મળશે. પ્રધાનમંત્રી મોદીની ઇજિપ્તની મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચેના વ્યૂહાત્મક ભાગીદારી અંગેના દસ્તાવેજ પર હસ્તાક્ષર થવાની શક્યતા છે.
