સરકારે નાની બચતની થાપણો પરના વ્યાજ દરમાં કર્યો વધારો
Live TV
-
સરકારે આજે નાની બચતની થાપણો જેમાં પોસ્ટ ઓફિસની મુદતી થાપમો તેમજ એનએસસી અને વરિષ્ઠ નાગરિક બચત યોજનાનો સમાવેશ થાય છે, જેમાં વ્યાજ દરમાં 1.1 ટકાનો વધારો જાન્યુઆરીની પહેલાથી તારીખથી અમલમાં આવે તે રીતે કર્યો છે. અર્થવ્યવસ્થામાં વ્યાજ દરમાં જે દોર ચાલી રહ્યો છે તેની સાથે તાલ મીલાવવાના ભાગરૂપે સરકારે આ નિર્ણય લીધો હોવાનું સમજાય છે. જો કે, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (પીપીએફ) અને ગર્લ ચાઈલ્ડ સેવિંગ્સ સ્કિમ સુકન્યા સમૃદ્ધિ યોજનામાં વ્યાજના દરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટમાં વ્યાજનો દર જાન્યુઆરીની પહેલી તારીખથી 7 ટકા રહેશે. જે હાલમાં 6.8 ટકા ટકા છે. તેવી જ રીતે વરિષ્ઠ નાગિરકોની બચતની યોજનામાં વ્યાજનો દલ હાલમાં 7.6 ટકા છે તે વધારીને 8 ટકા કરવામાં આવ્યો છે. પોસ્ટ ઓફિસની એકથી પાંચ વર્ષની થાપણોના કિસ્સામાં વ્યાજના દરમાં 1.1 ટકાનો વદારો આવ્યો છે. માસિક આવકની જે યોજના છે તેમાં વ્યાજનો દર હાલમાં 6.7 ટકા છે તે વધારીને 7.1 ટકા કરવામાં આવ્યો છે. અંત્રે ઉલ્લેખનીય છે કે, નાની બચતની યોજનાઓના વ્યાજના દરમાં વધારો થતા નિવૃતિ બાદ બાંધી મુદતની થાપણો પર મદાર રાખતા વયસ્ક નાગરિકોને રાહત મળશે. વ્યાજ દરમાં વધારાનો દોર અર્થવ્યવસ્થામાં ચાલ્યો તેની સાથે નાની બચતની યોજનાઓમાં પણ વ્યાજ દરમાં વધારો થવાની રાહ જોવાઈ હતી.
