કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બેંગ્લુરૂ ખાતે ગૃપ્તચર તાલિમી સંસ્થાનનો શિલાન્યાસ કરશે
Live TV
-
કેન્દ્રીય સહકારિતા અને ગૃહ મંત્રી અમિત શાહે હાલ કર્ણાટકની બે દિવસીય મુલાકાતે છે. ગૃહમંત્રી આજે બેંગ્લુરૂ ખાતે આવેલી ગૃપ્તચર તાલિમી સંસ્થાનનો શિલાન્યાસ કરશે. આની સાથે તેઓ આઈટીબીપીના આવાસ અને બિનઆવાસી સંકુલોનું ઉદઘાટન પણ કરશે. તે પછી અમિત શાહ, સહકાર મંત્રીના રૂપમાં સૌહરદા સહકારી સંઘની પણ મુલાકાત કરશે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શુક્રવારે 30 ડિસેમ્બરે કર્ણાટકના માંડ્યામાં એક જાહેર સભાને સંબોધિત કરતી વખતે આવતા વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે બ્યુગલ વગાડ્યું હતું. આ દરમિયાન તેમણે કોંગ્રેસ અને JDS પર નિશાન સાધતા તેમને ભ્રષ્ટ અને ‘પારિવારિક’ પાર્ટીઓ ગણાવી હતી.
કર્ણાટકના માંડ્યામાં જનસભાને સંબોધતા અમિત શાહે કહ્યું કે મેં આ જિલ્લામાંથી 2018ની ચૂંટણીની શરૂઆત કરી હતી. અહીંથી મુઠ્ઠીભર અનાજ મંગાવીને ભાજપે કોંગ્રેસના શાસનમાં અન્યાય થયેલા ખેડૂતોને ન્યાય અપાવવાના શપથ લીધા હતા. કર્ણાટકની જનતાએ અમને સૌથી મોટી પાર્ટી બનાવીને સરકાર બનાવવાની તક આપી.
કેન્દ્રીય ગૃહમંત્રીએ વધુમાં કહ્યું કે અમે જેડીએસ અને કોંગ્રેસનું શાસન જોયું છે. કોંગ્રેસના શાસનમાં, કર્ણાટક દિલ્હી માટે એટીએમ બને છે અને જેડીએસ શાસન હેઠળ, કર્ણાટક એક પરિવાર માટે એટીએમ બને છે. બંનેએ હંમેશા ભ્રષ્ટાચાર દ્વારા આ જમીનના વિકાસને અવરોધ્યો છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં કોંગ્રેસે સીએમ બસવરાજ બોમાઈ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવતા રાજ્યમાં PayCM અભિયાન શરૂ કર્યું હતું. દરમિયાન અમિત શાહે કોંગ્રેસને ATM ગણાવી છે.
તેમણે આગળ 3 C નો ઉલ્લેખ કર્યો. અમિત શાહે કહ્યું કે જેડીએસ અને કોંગ્રેસ બંને ભ્રષ્ટ, અપરાધી અને સાંપ્રદાયિક છે. ભાજપ સત્તામાં આવ્યા બાદ પીએમ મોદીના નેતૃત્વમાં કર્ણાટક વિકાસની છલાંગ લગાવશે. નોંધપાત્ર વાત એ છે કે, ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરીને માહિતી આપી હતી કે હું મારી બે દિવસીય કર્ણાટકની મુલાકાતે બેંગલુરુ પહોંચ્યો છું. જાહેર સભામાં માંડ્યાના લોકો સાથે વાતચીત કરવા માટે આતુર છીએ.
