ડોલર સામે રૂપિયો વર્ષ 2022માં 11.36 ટકા નબળો પડ્યો
Live TV
-
ડોલર સામે સ્થાનિક ચલણ વર્ષ 2022 દરમિયાન 844 પૈસા અથવા 11.36 ટકા નબળો પડ્યો છે, જેનું મુખ્ય કારણ વિદેશીના અન્ય ચલણો સામે ડોલરમાં આવેલી મજબૂતી માનવામાં આવે છે. અમેરિકાના ચલણમાં નરમાઈ અને રોકાણકારોમાં જોખમ લેવાનું વલણમાં વધતા શુક્રવારે ડોલર સામે રૂપિયો 14 પૈસાની મજબૂતીમાં 82.83 (અગાઉના બંધ ભાવ સામે) પર બંધ રહ્યો હતો. વધતા ફુગાવાને અંકુશમાં રાખવા યુએસ ફેડરલ રિઝર્વે વ્યાજ દરોમાં આક્રમક રીતે વધારો કરતા વિદેશી બજારમાં ગ્રીનબેક મજબૂથ થયો હતો. ઈન્ટરબેન્ક ફોરેન એક્સચેન્જ માર્કેટ ખાતે સ્થાનિક ચલણ 82.77એ ખૂલ્યો હતો તે પછી ઈન્ટ્રા-ડેમાં 82.70ની ઊંચી અને 82.82ની નીચી સપાટી બનાવી અંતે 14 પૈસાની મજબૂતીમાં 82.83 પર બંધ રહ્યો હતો.
