2023માં સોનું વધીને રૂપિયા 60,000ના સ્તરે પહોંચી શકે છે
Live TV
-
ભારતીય બજારમાં રોકાણકારો વધુ સેફ હેવ તરફ આકર્ષાય તેવી શક્યતા જોતા વર્ષ 2023માં સોનું પ્રતિ 10 ગ્રામ રૂપિયા 60,000ની મનૌવૈજ્ઞાનિક સપાટીએ પહોંચી શકે છે. ચાલુ વર્ષે માર્ચમાં વૈશ્વિક સ્તરે સોનાની કિંમત 2,070 ડોલર પ્રતિ ઔંશના સ્તરે પહોંચી ગઈ હતી તે પછી નવેમ્બરે સુધીમાં સોનું ઘટીને 1,616 ડોલર પ્રતિ ઔંશ બોલાતું હતું અને ત્યારથી સોનામાં મક્કમ ગતિએ સુધારો જોવા મળી રહ્યો છે, તેમ બજારના નિષ્ણાતોએ કહી રહ્યા છે. વર્ષ 2022ની શરૂઆતથી સોનાની કિંમત 1,800 ડોલર પ્રતિ ઔંશ આસપાસ હતી. અત્યારે આંતરાષ્ટ્રીય બજારોમાં પીળી ધાતુની કિંમત 1,803 ડોલર પ્રતિ ઔંશ બોલાઈ રહી છે અને એમસીએક્સ એક્સચેન્જ ખાતે સોનું 54,790 ક્વોટ થયું હતું. આગળ જતાં ભૌગોલિક રાજકીય પરિસ્થિત મંદીની ચિંતાઓ, ફુગાવાના વલણો અને ક્રિપ્ટો અસ્કયામતોની ઓછી ભૂખ સહિતના પરિબળોનો તરાપો સોનાના ભાવમાં વધારો કરશે તેવી અપેક્ષા છે કારણ કે અનિશ્ચિત સમયમાંપીળી ધાતુ હંમેશા સલામત આશ્યસ્થાય તરીકે ગણવામાં આવે છે. વર્ષ 2023માં આંતરાષ્ટ્રીય બજારમાં સોનું 1,670થી 2,000 ડોલરની રેન્જમાં રહેવાની અપેક્ષા છે. જ્યારે એમસીએક્સ ગોલ્ડ પ્રિત 10 ગ્રામ રૂપિયા 48,500થી 60,000ની રેન્જમાં રહેવાની શક્યતા છે.
2023માં સોનાની માગ સ્થિતસ્થાપક રહેવાની શક્યતા છે ત્યારે રાવે જણાવ્યું હતું કે, યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં વધુ વધારો આવતા વર્ષના પ્રથમ ત્રિમાસિકગાળામાં પીળી ધાતુની કિંમતમાં ઘેરો પડછાયો પડી શકે છે. બજારના નિષ્ણાતોનો અભિપ્રાય હતો કે, રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ડોલર મજબૂત થા અને ક્રૂડ તેલના વધારો થવાની વચ્ચે ટૂંકાગાળામાં સોનામાં તેજી આવી હતી. મલ્ટિ કોમોડિટી એક્સચેન્જ ખાતે વર્ષની શરૂઆતમાં સોનું પ્રતિ 10 ગ્રામ રૂપિયા 47,850 હતું તે પછી માર્ચમાં પ્રતિ 10 ગ્રામ રૂપિયા 55,680ની ટોચે પહોંચ્યું હતું અને સપ્ટેમ્બરમાં 10 ગ્રામદીઠ સોનું રૂપિયા 48,950ની સપાટીએ સ્પર્શ્યું હતું.
