આયુષ્માન ભારત આરોગ્ય કેન્દ્રોથી અત્યાર સુધીમાં દેશભરમાં 134 કરોડથી વધુ લોકોને ફાયદો
Live TV
-
કેન્દ્ર સરકારે કહ્યું છે કે, આયુષ્માન ભારત આરોગ્ય કેન્દ્રોથી અત્યાર સુધીમાં દેશભરમાં 134 કરોડથી વધુ લોકોને ફાયદો થયો છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, 86 કરોડથી વધુ લાભાર્થીઓનું બિનચેપી રોગ માટે પરીક્ષણ કરવામાં આવ્યું છે. તેમાંથી, લગભગ 30 કરોડ ઊંચા લોહીના દબાણ, 25 કરોડથી વધુ મધુપ્રમેહ, 17 કરોડથી વધુ મોંઢાના કેન્સર અને 80 કરોડથી વધુ સ્તન કેન્સરને લગતા પરીક્ષણોનો સમાવેશ થાય છે.
કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું છે કે, દેશમાં આયુષ્માન ભારત આરોગ્ય કેન્દ્રોની સંખ્યા એક લાખ 50 હજારને વટાવી ગઈ છે. તેમણે કહ્યું કે આ કેન્દ્રો પ્રાથમિક આરોગ્ય સંભાળ પૂરી પાડે છે. આ સેવાઓ બધા માટે વિના મૂલ્યે ઉપલબ્ધ છે. આયુષ્માન ભારત આરોગ્ય કેન્દ્રોમાંથી આઠ કરોડ 50 લાખથી વધુ ટેલિ-પરામર્શ કરવામાં કરવામાં આવ્યા છે. ઇ-સંજીવની દ્વારા દરરોજ લગભગ ચાર લાખ ટેલી- પરામર્શ કરવામાં આવે છે.
