Skip to main content
Settings Settings for Dark

સરકારે રાહુલ ગાંધીને કહ્યું- ભારત જોડો યાત્રા રોકો અથવા નિયમોનું પાલન કરો

Live TV

X
  • ચીનમાં કોરોનાએ ફરી ઉપાડો લીધો છે અને હવે પછીના ત્રણ મહિના વિશ્વ માટે જોખમી છે. ભારત સરકાર પણ કોરોનાના પગલે એલર્ટ બની ગઈ છે ત્યારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રાહુલ ગાંધી અને અશોક ગેહલોતને પત્ર લખીને કહ્યું છે કે ભારત જોડો યાત્રા કોરોનાના નિયમોનો ભંગ કરી રહી છે. કાં તો યાત્રામાં નિયમોનું પાલન કરો અથવા યાત્રા બંધ કરો.

     

    In the letter, the Union Health Minister also requests that if following COVID protocol is not possible then the Bharat Jodo Yatra be postponed in national interest, taking note of public health emergency. pic.twitter.com/zjFi6fhHer

    — ANI (@ANI) December 21, 2022

     

    સરકારની અપીલ પર કોંગ્રેસે કહ્યું- ભારત જોડો યાત્રાથી મોદી સરકાર ડરી ગઈ છે. શું PM મોદી ગુજરાતની ચૂંટણીમાં માસ્ક પહેરીને ગયા હતા?

    સાત દિવસમાં 10 હજાર મૃત્યુ

    ચીનમાં વધી રહેલા કેસો વચ્ચે દુનિયાના 10 દેશમાં છેલ્લા 7 દિવસમાં જ કોરોનાના 36 લાખ કેસ નોંધાયા છે, જ્યારે 10 હજાર લોકોનાં મૃત્યુ થયાં છે. કોરોનાને પગલે ભારત સરકાર એલર્ટ મોડ પર આવી ગઈ છે. કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા ભારતમાં કોવિડ-19ની સ્થિતિ અંગે વરિષ્ઠ અધિકારીઓ અને નિષ્ણાતો સાથે બેઠક કરશે. બીજી તરફ કેન્દ્રીય સ્વાસ્થ્યસચિવે માંડવિયા સાથેની ગઈકાલની મીટિંગ બાદ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ઈમેઈલ કરીને કહ્યું હતું કે કોરોનાના તમામ પોઝિટિવ કેસના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવે, જેથી કોરોનાના પ્રકારને શોધી શકાય. આ દિવસોમાં ચીન, જાપાન, અમેરિકા, કોરિયા અને બ્રાઝિલમાં કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યા છે ત્યારે ભારત સરકાર પણ એલર્ટ બની છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply