સુગમ અને સુખદ ચિકિત્સા સેવાઓ માટે વિશ્વ ભારતની તરફ જોઈ રહ્યું છે : કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા
Live TV
-
કેન્દ્રીય સ્વાસ્થ અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવીયાએ આજ તેલંગણાના બીબીનગર માં અખિલ ભારતીય આયર્વેદીક સંસ્થાના ઈ-સંજીવની પેલ ને અંતર્ગત ઇ-પરામર્શ સેવાઓનો શુભારંભ કર્યો. આ પ્રસંગે બોલતા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, સરકારે છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સેવાઓમાં સુધારો કરવા માટે ઘણાં પગલાં લીધાં છે. તેમણે કહ્યું કે વિશ્વ સરળ અને સુલભ તબીબી સેવાઓ માટે ભારત તરફ જોઈ રહ્યું છે અને દેશ ફાર્માસ્યુટિકલ હબ બનવા માટે તૈયાર છે. તેમણે તબીબી ક્ષેત્રમાં ડિજિટલ સેવાઓ સુધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
છેલ્લાં કેટલાંક વર્ષોમાં મેડિકલ ક્ષેત્રે થયેલા સુધારાનો ઉલ્લેખ કરતાં ડૉ. માંડવિયાએ કહ્યું હતું કે દેશમાં મેડિકલ કૉલેજોમાં સીટોની સંખ્યા લગભગ બમણી થઈ ગઈ છે. તેમણે કોવિડ રોગચાળા દરમિયાન ડોકટરો અને નર્સોના કાર્યની પણ પ્રશંસા કરી હતી.
