Skip to main content
Settings Settings for Dark

સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: ડીમ્ડ યુનિવર્સિટી પર પણ લાગશે PCA

Live TV

X
  • સુપ્રીમ કોર્ટે ડીમ્ડ યુનિવર્સિટીને લઈને મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે...સુપ્રીમ કોર્ટના આ ચૂકાદાથી ડીમ્ડ યુનિવર્સિટી ભ્રષ્ટાચાર વિરોધી કાયદો, 1988ની મર્યાદામાં આવી જશે..ડીમ્ડ યુનિવર્સિટીના કર્મચારીને જનસેવક માનવામાં આવશે...જસ્ટિસ એન વી રમનાની અધ્યક્ષતાવાળી ત્રણ જજોની બેંચે ગુજરાતની એક ડીમ્ડ યૂનિવર્સિટીના ટ્રસ્ટીને લાંચ લેવાના કેસમાં ગુજરાત હાઇકોર્ટના નિર્ણયને રદ કરી દીધો છે...ટ્રસ્ટી પર MBBS કોર્સમાં પરીક્ષા અપાવવા માટે 20 લાખ રૂપિયાની લાંચ લેવાનો આરોપ હતો...જજોની બેંચે કહ્યું કેસ, અમારા મત પ્રમાણે ગુજરાત હાઇકોર્ટના આ નિષ્કર્ષ ખોટો છે કે ડીમ્ડ યુનિવર્સિટી શબ્દ ભ્રષ્ટાચાર વિરોધી કાયદાની કલમ 2(C)(xi)ને બહાર રાખવામાં આવ્યો છે...

    ગુજરાત માટે આ ગર્વની વાત છે કારણ કે ગુજરાત સરકાર દ્વારા દાખલ કરાયેલા મુકદ્દમાને કારણે આ ચુકાદો આપવમાં આવ્યો છે...વડોદરાની સુમનદીપ વિદ્યાપીઠના ટ્રસ્ટી વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો દ્વારા નોંધાયેલા ફોજદારી કેસના પરિણામ રૂપે આ ચુકાદો આવેલ છે. આ ચુકાદા મુજબ હવેથી ડીમ્ડ યુનિવર્સિટી પણ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ આવી જશે, જેના થી આ યુનિવર્સિટીઓમાંથી પણ ભ્રષ્ટાચારનું નિવારણ થઈ શકશે...ડીમ્ડ યુનિવર્સિટી એટ્લે કે માનદ વિશ્વવિધ્યાલય  UGC Act 1956 ના સેક્સન 3ના આધાર પર સ્થાપવામાં આવે છે. ડીમ્ડ યુનિવર્સિટી UGCના માપદંડોને આધારે જ ચાલે છે, પણ તેને પોતાનો અભ્યાસક્ર્મ અને ફીનું ધોરણ નક્કી કરવાની સ્વાયત્તતા હોય છે. 

    ડીમ્ડ યુનિવર્સિટીના બોર્ડમાં જવાબદાર ટ્રસ્ટીને પણ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ -1988 ની કલમ 2 (સી) (XI) હેઠળ  ના  "જાહેર સેવક" તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે...ટ્રસ્ટી પીસી એક્ટના સેક્શન - 2 (બી) ના અર્થમાં "જાહેર ફરજ" પર હત તેમ માનવમાં આવે છે. આ ચુકાદામાં "જાહેર સેવક" ની વ્યાખ્યા આપવા માટે જાહેર હિત પર ભાર મૂકવામાં આવે છે. 

    સુપ્રીમ કોર્ટના ચુકાદા એ લાંબી કાયદાકીય લડતની બાદ આવેલો છે.  સુમનદીપ વિદ્યાપીઠ યુનિવર્સિટી ટ્રસ્ટના પ્રમુખ એવા મનસુખભાઇ કાનજીભાઇ શાહ અને અન્ય અધિકારીઓ સામે યુનિવર્સિટી તબીબી શિક્ષણ આપે છે...ચોથા સેમેસ્ટરની પરીક્ષામાં ભાગ લેવા માટે એમબીબીએસના વિદ્યાર્થીને પરવાનગી આપવા બદલ આરોપીને 20 લાખ રૂપિયાની લાંચ લેતા પકડવામાં આવ્યા હતા. 2017માં  આરોપીની ધરપકડ કરવામાં આવી હતી...સુમનદીપ વિદ્યાપીઠના મુખ્ય ટ્રસ્ટી મનસુખ શાહની ઓફિસ ચેમ્બરની શોધ દરમિયાન; ઓફિસ ચેમ્બરમાંથી પોસ્ટ-ટ્રેપ, વિદ્યાર્થીઓના વાલીઓના રૂ. 1,01,57,42,360 ના અનડેટેડ અને બિનહિસાબી ચેક 93,32,55૦ રૂપિયાના એકાઉન્ટ પેઇ ચેક અને રૂ. 43,63,70,961 ની વ્યક્તિગત ફિક્સ્ડ ડિપોઝિટ કબજે કરવામાં આવી હતી.

    મનસુખ શાહે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટને આ આધાર પર પડકાર ફેંકી હતી કે તે “લોકસેવક” નથી. સેશન્સ કોર્ટે આ દલીલને નકારી કાઢી હતી. ઉત્તરદાતાએ તેને ગુજરાત હાઇકોર્ટમાં પડકાર્યો હતો અને હાઇકોર્ટે મનસુખ શાહને રજા આપી હતી. ત્યારબાદ ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોએ ભારતની સુપ્રીમ કોર્ટમાં એસએલપી દાખલ કરી હતી. શિક્ષણ ક્ષેત્રે સુપ્રીમ કોર્ટના આ મહત્વપૂર્ણ ચુકાદાથી આવી યુનિવર્સિટીઓ અને દેશની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં ચાલી રહેલા ભ્રષ્ટાચારને સાફ કરવામાં મદદ મળશે...

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply