Skip to main content
Settings Settings for Dark

ચક્રવાત અમ્પાન મુદ્દે પીએમ મોદીએ યોજી સમીક્ષા બેઠક

Live TV

X
  • કુલ 41 NDRFની ટીમો કરાઈ તૈનાત, ભારતીય વાયુસેના પણ એલર્ટ પર-પશ્ચિમ, ઓડિશામાં આગામી 4 કલાકમાં ધોધમાર વરસાદની આગાહી

    બંગાળની ખાડી તરફથી આવી રહેલા અમ્પાન તોફાન પશ્ચિમ બંગાળ અને ઓડિશાના તટીય વિસ્તાર તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. આ વચ્ચે તૈયારીઓને લઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી જેમાં તૈયારીઓને લઇ સમીક્ષા કરવામાં આવી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગૃહ મંત્રાલય અને રાષ્ટ્રીય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના અધિકારીઓ સાથે અમ્પાન ચક્રવાતને લઇને બેઠક યોજી. દેશના અલગ-અલગ ભાગમાં આ ચક્રવાતની શું અસર થઇ શકે, તેને લઇને ચર્ચા કરવામાં આવી. આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અન્ય વરિષ્ઠ અધિકારી સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહ્યાં. આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંભવિત પરિસ્થિતિઓ અંગે જાણકારી મેળવી. ચક્રાવતને લઇને સ્થિતિ વણસતાં શું કરી શકાય અને શું છે તૈયારી, તે અંગે અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી. લોકોને સુરક્ષિત જગ્યાઓ પર પહોંચાડવાને લઇને NDRFની શું તૈયારી છે, તે અંગે પીએમ મોદીએ જાણકારી મેળવી. એનડીઆરએફની 25 ટીમ તહેનાત કરાઈ છે. જ્યારે 12 ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. દેશના અલગ અલગ વિસ્તારમાં એનડીઆરએફની 24 ટીમ આકસ્મિક સંજોગોમાં પહોંચી વળવા તૈયાર રાખવામાં આવી છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply