Skip to main content
Settings Settings for Dark

ચક્રવાત અમ્પાન કાલે પશ્ચિમ બંગાળ-બાંગ્લાદેશના દરિયાઈ વિસ્તારમાં ટકરાવાની સંભાવના

Live TV

X
  • અમ્પન ગઈકાલે રાત્રે બંગાળની ખાડીના પશ્ચિમ-મધ્ય વિસ્તારમાં સ્થિર થયું હતું, અત્યાર સુધીમાં 11 લાખથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડાયા

    ચક્રવાત અમ્પાન આવતીકાલે પશ્ચિમ બંગાળ-બાંગ્લાદેશના દરિયાઈ વિસ્તારમાં ટકરાવાની સંભાવના છે.  ચક્રવાત તૂફાન અમ્પન ગઈકાલે રાત્રે બંગાળની ખાડીના પશ્ચિમ-મધ્ય વિસ્તારમાં સ્થિર થયું હતું. હવામાન વિભાગની ચેતવણીના કારણે ઓરિસ્સા સરકારે તટકાઠા પર રહેતા 11 લાખ લોકોને સલામત સ્થળે ખસેડવાની તૈયારીઓ શરુ કરી છે. ભારે પવનની પ્રચંડશકિતથી વીજળીના થાભલા તથા ઇન્ફ્રાસ્ટ્કચરને નુકસાન થવાની શકયતા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ઉગાડવામાં આવતા ફળપાકો અને ખેતીના પાકોને નુકસાનને લઇને ખેડૂતોમાં ચિંતા જોવા મળે છે. અમ્ફાન વાવાઝોડાનું કેન્દ્ર ઓડિશાના પારાદ્વીપથી 790 કિમી દક્ષિણમાં છે. જે પશ્ચીમ બંગાળના દીધાથી 940 કિમી અને બાંગ્લાદેશનના ખેપુપારાથી દક્ષિણ દિશાના દક્ષિણ પશ્ચીમ ભાગમા છે. ચક્રવાત ત્રાટકવાથી ઓડિશાના જગતસિંહપુર, કેન્દ્રપાડા, ભદ્વક અમે બાલાસોરના કાંઠા વિસ્તાર વિશેષ પ્રભાવિત થાય તેમ જણાય છે.  અમ્ફાન વાવાઝોડું જેમ કાંઠા વિસ્તારની નજીક આવશે તેમ તેની ગતિ ક્રમશ વધીને કલાકના 200  કિમી થવાની શકયતા છે. ઓડિશા ઉપરાંત પશ્ચીમ બંગાળના કાંઠા વિસ્તારને પણ ખતરો રહેલો છે. પ્રાપ્ત માહિતી અનૂસાર 20 તારીખે અમ્ફાન વાવાઝોડું ઓડિશા અને પશ્ચીમ બંગાળના કાંઠા વિસ્તારને પાર કરી જશે. અમ્ફાન વાવાઝોડાને ધ્યાનમાં રાખીને કોરોના વાયરસથી આપવામાં આવેલા લોકડાઉનના પગલે બીજા રાજયોમાં ફસાયેલા ઓડિશાના મજૂરોને લાવતી શ્રમિક એકસપ્રેસ ટ્રેનોને સ્થગિત કરવામાં આવી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply