જમ્મુ કાશ્મીરમાં સેના આતંકવાદીઓ વચ્ચે અથડામણ
Live TV
-
એકથી બે આતંકવાદીઓ છુપાયા હોવાની શંકાએ સેનાનું સર્ચ ઓપરેશન
જમ્મુ કાશ્મીરમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. વહેલી સવારે શ્રીનગરમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે સામ સામે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા ફાયરિંગનો સેનાના જવાનો વળતો જવાબ આપી રહ્યા છે. સૂત્રોનું માનીએ તો આ વિસ્તારમાં એકથી બે આતંકવાદીઓ ફસાયા હોવાની આશંકા છે. આ આતંકવાદીઓને શોધવા માટે સેનાના જવાનોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. તો આ તરફ તકેદારીના ભાગરુપે શ્રીનગરમાં ઇન્ટરનેટ સેવા હાલ પૂરતી બંધ કરી દેવામાં આવી છે.
