Skip to main content
Settings Settings for Dark

સૂર્યનગરી એક્સપ્રેસના 13 કોચ પાટા પરથી ઉતરવાના કારણે 6 ટ્રેન કરાઈ રદ્દ

Live TV

X
  • બાંન્દ્રાથી જોધપુર જઇ રહેલી સૂર્યનગરી એક્સપ્રેસના 13 કોચ પાટા પરથી ઉતરવાના કારણે રેલ વ્યવહાર પ્રભાવિત થયો હતો. મહત્વનું છે કે મોડી રાતે બાંદ્રા ટર્મિનસ - જોધપુર સૂર્યનગરી એક્સપ્રેસના ડબ્બા જોધપુર વિભાગના રાજકિયાવાસ - બોમાદ્રા સેક્શન વચ્ચે ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. અકસ્માત રાહત ટ્રેન અને ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા અને કામગીરી હાથ ધરી હતી. જેના કારણે રેલ ટ્રાફિક પ્રભાવિત થયો છે. 

    જાણો કઈ કઈ ટ્રેનને અસર થઈ

    રદ્દ થયેલી ટ્રેન

    1. ટ્રેન નંબર 14821, જોધપુર - સાબરમતી ટ્રેન સેવા 02.01.23 ના રોજ રદ રહેશે.
    2. ટ્રેન નંબર 14822, સાબરમતી - જોધપુર ટ્રેન સેવા 02.01.23 ના રોજ રદ રહેશે.
    3. ટ્રેન નંબર 14819, જોધપુર - સાબરમતી ટ્રેન સેવા 02.01.23 ના રોજ રદ રહેશે.
    4. ટ્રેન નંબર 14804, સાબરમતી-જેસલમેર ટ્રેન સેવા 02.01.23 ના રોજ રદ રહેશે.
    5. ટ્રેન નંબર 14893, જોધપુર-પાલનપુર ટ્રેન સેવા 02.01.23 ના રોજ રદ રહેશે.
    6. ટ્રેન નંબર 14894, પાલનપુર-જોધપુર ટ્રેન સેવા 03.01.23 ના રોજ રદ રહેશે.

    ડાયવર્ટ કરાયેલી ટ્રેન 

    1. ટ્રેન નંબર 19223, અમદાવાદ - 02.01.23ના રોજ અમદાવાદથી ઉપડતી જમ્મુ તાવી ટ્રેન સેવા મહેસાણા-પાટણ-ભીલડી-લુણી થઈને ડાયવર્ટ કરાયેલા રૂટ દ્વારા ચલાવવામાં આવશે.
    2. ટ્રેન નં. 22476, 31.12.22ના રોજ કોઈમ્બતુરથી ઉપડનારી કોઈમ્બતુર-હિસાર ટ્રેન સેવા મારવાડ જંકશન-મદાર ફુલેરા-મેરતા રોડ-બીકાનેર માર્ગે ડાયવર્ટ કરવામાં આવશે.
    3. ટ્રેન નંબર 14708, 01.01.23 ના રોજ દાદરથી ઉપડનારી દાદર-બીકાનેર ટ્રેન સેવાને મારવાડ જંકશન-માદર ફુલેરા-મેરતા રોડ દ્વારા ડાયવર્ટ કરેલા રૂટ પર ચલાવવામાં આવશે.
    4. ટ્રેન નંબર 22663, ચેન્નાઈ એગમોર-જોધપુર ટ્રેન સેવા 31.12.22 ના રોજ ચેન્નાઈ એગમોરથી ઉપડતી ટ્રેન સેવા મારવાડ જંકશન-મદાર ફુલેરા-મેરતા રોડ દ્વારા ડાયવર્ટ કરેલા રૂટ પર ચલાવવામાં આવશે.
    5. ટ્રેન નંબર 19224, જમ્મુ તાવી-અમદાવાદ ટ્રેન સેવા 01.01.23ના રોજ જમ્મુ તાવીથી ઉપડતી લુણી-ભીલડી પાલનપુર થઈને ડાયવર્ટ કરાયેલા રૂટ દ્વારા ચલાવવામાં આવશે.
    6. ટ્રેન નંબર 14801, 02.01.23 ના રોજ જોધપુરથી ઉપડનારી જોધપુર-ઈન્દોર ટ્રેન સેવા જોધપુર-મેરતા રોડ-ફૂલેરા-માદર-ચંદેરિયા થઈને ડાયવર્ટ કરેલા રૂટ દ્વારા ચલાવવામાં આવશે.
    7. ટ્રેન નંબર 15013, 02.01.23 ના રોજ જેસલમેરથી ઉપડનારી જેસલમેર-કાઠગોદામ ટ્રેન સેવા જોધપુર-મેરતા રોડ-ફૂલેરા ડાયવર્ટ કરેલા રૂટ દ્વારા ચલાવવામાં આવશે.
    8. ટ્રેન નંબર 14707, 02.01.23 ના રોજ બીકાનેરથી ઉપડનારી બિકાનેર-દાદર ટ્રેન સેવા લુણી-ભીલડી-પાટણ-મહેસાણા ડાયવર્ટ કરેલા રૂટ દ્વારા ચલાવવામાં આવશે.
    9. ટ્રેન નંબર 16312, કોચુવલી - 31.12.22 ના રોજ કોચુવલીથી ઉપડનારી શ્રીગંગાનગર ટ્રેન સેવા મહેસાણા-પાટણ-ભીલડી-લુણી વાયા ડાયવર્ટ કરેલા રૂટ દ્વારા ચલાવવામાં આવશે.
    10. ટ્રેન નંબર 11090, પુણેથી 01.01.23ના રોજ ઉપડનારી પુણે-ભગત કી કોઠી ટ્રેન સેવા મહેસાણા-પાટણ-ભીલડી લુણી ડાયવર્ટેડ રૂટ દ્વારા ચલાવવામાં આવશે.
    11. ટ્રેન નંબર 15014, 01.01.23 ના રોજ કાઠગોદામથી ઉપડતી કાઠગોદામ-જેસલમેર ટ્રેન સેવા ફૂલેરા-મેરતા રોડ ડાયવર્ટ કરવામાં આવશે.
    12. ટ્રેન નંબર 19223, અમદાવાદ-જમ્મુ તાવી ટ્રેન સેવા અમદાવાદથી 02.01.23ના રોજ ઉપડતી મહેસાણા-પાટણ-ભીલડી-લુણી થઈને ડાયવર્ટ કરાયેલા રૂટ દ્વારા ચલાવવામાં આવશે.
    13. ટ્રેન નંબર 14802, 02.01.23 ના રોજ ઈન્દોરથી નીકળનારી ઈન્દોર-જોધપુર ટ્રેન સેવા ડાયવર્ટ કરાયેલા રૂટ પર ચંદેરિયા-મદાર ફુલેરા-મેરતા રોડ થઈને ચલાવવામાં આવશે.
    14. ટ્રેન નંબર 22473 બિકાનેર-બાંદ્રા ટર્મિનસ ટ્રેન સેવા 02.01.23 ના રોજ બિકાનેરથી ઉપડતી લુણી-ભીલડી-પાટણ-મહેસાણા ડાયવર્ટ કરેલા રૂટ દ્વારા ચલાવવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
apply