Skip to main content
Settings Settings for Dark

સોનિયા ગાંધી કોંગ્રેસના સંસદીય દળના નેતા

Live TV

X
  • કોંગ્રેસે આજે ચૂંટણી પરિણામોની સમીક્ષા કરવા કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક બોલાવી હતી. ત્રણ કલાક ચાલેલી આ બેઠકમાં ફરી એકવાર સોનિયા ગાંધીને કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ તેમના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો, ઘણા નેતાઓએ પણ તેનું સમર્થન કર્યું હતું. હવે એવી માંગ ઉઠી રહી છે કે રાહુલ ગાંધીને લોકસભામાં વિપક્ષના નેતા બનાવવામાં આવે. જો કે સાંસદોની માંગ મુદ્દે રાહુલ ગાંધીએ કહ્યું કે ‘આ દિશામાં વિચારવા મારે કેટલોક સમય જોઈએ છે.’

    આજ બેઠકમાં કોંગ્રેસે ત્રણ પાનાનો સંકલ્પ પત્ર પણ જાહેર કર્યો છે, જેમાં PM નરેન્દ્ર મોદી પર નિશાન સાધવામાં આવ્યું છે. આ ઉપરાંત તેમાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાની સફળતાની પણ વાત કહેવાઈ છે. આ સાથે કોંગ્રેસે લોકસભા ચૂંટણીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા બદલ દેશવાસીઓનો આભાર માનવાની સાથે ખુશી પણ વ્યક્ત કરી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-07-2026 Max Temp : °C Min Temp : °C
apply