NEETની પરીક્ષામાં નથી થઈ કોઈ ગેરરીતિ: ઉચ્ચ શિક્ષણ સચિવ
Live TV
-
મેડિકલ કોલેજમાં અંડરગ્રેજ્યુએટ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે NEET જેવી પરીક્ષાઓનું આયોજન કરવામાં આવે છે. જેમાં મેડિકલ એન્ટ્રન્સ પરીક્ષા NEETના પરિણામોમાં કથિત અનિયમિતતાઓ બાદ થયેલા હોબાળા અને CBI તપાસની માંગ વચ્ચે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ આજે એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં જણાવવામાં આવ્યું હતું કે, શિક્ષણ મંત્રાલયે ગ્રેસ માર્ક્સ કેસની તપાસ માટે 4 સભ્યોની સમિતિની રચના કરી છે. જેમાં યુપીએસસીના પૂર્વ અધ્યક્ષની અધ્યક્ષતામાં બનેલી આ સમિતિ એક સપ્તાહમાં પોતાનો રિપોર્ટ સોંપશે.
કેન્દ્ર સરકારે પણ NEET 2024 પેપર લીક પર પ્રતિક્રિયા આપી છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ઉચ્ચ શિક્ષણ સચિવે જણાવ્યું હતું કે માત્ર સવાઈ માધોપુરમાં જ કેન્દ્રમાંથી વિદ્યાર્થીઓ પેપર લઈને બહાર નીકળ્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. તે જ સમયે ત્યાં પરીક્ષા અટકાવી દેવામાં આવી હતી અને નવા NEET પ્રશ્નપત્ર સાથે ફરીથી પરીક્ષા લેવામાં આવી હતી. માત્ર 6 કેન્દ્રો પર જ સમસ્યા આવી છે. બાકી બધે NEET પરીક્ષા કોઈપણ ભૂલ વગર પૂર્ણ થઈ હતી. પેપર લીક જેવી કોઈ ઘટના બની નથી.
