Skip to main content
Settings Settings for Dark

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ તેની ડિજિટલ બેન્કિંગ એપ્લિકેશન YONO માં કર્યો સુધારો

Live TV

X
  • જાહેર ક્ષેત્રની સૌથી મોટી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ રવિવારે પોતાની ડિજિટલ બેન્કિંગ એપ્લિકેશન YONO માં મોટો સુધારો કરી ઇન્ટરઓપરેબલ કાર્ડલેસ સુવિધાના શ્રીગણેશ કરી દીધા છે.

    જાહેર ક્ષેત્રની સૌથી મોટી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ રવિવારે પોતાની ડિજિટલ બેન્કિંગ એપ્લિકેશન YONO માં મોટો સુધારો કરી ઇન્ટરઓપરેબલ કાર્ડલેસ સુવિધાના શ્રીગણેશ કરી દીધા છે. પરિણામે હવે એટીએમમાંથી પૈસા ઉપાડવા માટે ડેબિટ કાર્ડની પણ જરૂર રહેશે નહીં. આ સુવિધાની શરૂઆત કરતાં SBI ના ચેરમેન દિનેશ ખારાનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું કે એસબીઆઇ ડિજિટલ બેન્કિંગ સોલ્યુશન્સ રજૂ કરવા માટે હંમેશા પ્રયત્નશીલ છે તે દરેક ભારતીયની નાણાકીય સગવડતા સાથે સશક્ત બનાવે છે. ગ્રાહકોની આનંદપ્રદ ડિજિટલ અનુભવની અપેક્ષાઓને ધ્યાનમાં રાખીને અમે YONO ને એક નવું રૂપ આપ્યું છે. એસબીઆઈનું દરેક ભારતીય માટે YONO (YONO for every indian) મિશન શરૂ થતાં હવે YONO એપ્લિકેશનના માધ્યમથી બેંક ગ્રાહકને હવે સ્કેન અને પે, કોન્ટેક્ટ દ્વારા ચૂકવણી અને રિકવેસ્ટ મની જેવી UPI સુવિધાઓની ઍક્સેસ પ્રાપ્ત કરવામાં આવશે.આ ઉપરાંત, ઇન્ટરઓપરેબલ કાર્ડલેસ કેશ ઉપાડની સુવિધા હેઠળ, SBI ગ્રાહકોને તો લાભ મળશે જ સાથે અન્ય બેંકોના ગ્રાહકો 'UPI QR Cash'' ની સુવિધાનો ઉપયોગ કરીને કોઈપણ બેંકના ICCW સક્ષમ ATMમાંથી રોકડ ઉપાડી શકશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply