Skip to main content
Settings Settings for Dark

સ્વદેશી કોરોના વેક્સીનનું માનવ પરીક્ષણ શરુ, દેશના 14 રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં થઇ રહ્યું છે ટ્રાયલ

Live TV

X
  • કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને દેશમાં કોરોનાની સ્થિતિ અંગે જણાવ્યું હતું કે, દેશમાં સ્વદેશી કોરોના વેક્સીનનું માનવ પરીક્ષણ શરુ થઇ ગયું છે.દેશના 14 રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં ટ્રાયલ થઇ રહ્યું છે. વધુમાં તેમને જણાવ્યું હતું કે, છેલ્લાં ઘણા મહિનાઓથી કોરોના વેક્સિનના વિકાસ માટે ચાલી રહેલા પ્રયાસોમાં સકારાત્મક પરિણામ મળવા લાગ્યા છે. સ્વદેશી રસીના માનવ પર કરેલા પરિક્ષણના પ્રારંભમાં કોઈ આડઅસર જોવા મળી નથી. આરોગ્યમંત્રીએ આશા વ્ય્કત કરતા જણાવ્યું કે, આપણે જલ્દી જ આ મહામારી પર જીત પ્રાપ્ત કરી લઈશું. આ તરફ સોમવારથી દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં પણ કોરોના વેક્સિનનું માનવ પરીક્ષણ શરૂ થઈ જશે. સૌથી મોટા પ્રમાણમાં ભારત બાયોટેક દ્વારા બનાવાયેલી કોરોના વેક્સિનનું પરીક્ષણ ICMR કરી રહ્યું છે. જે અંતર્ગત 100 જેટલાં લોકો પર આ માનવ પરીક્ષણ કરવામાં આવશે,, જેમાં 18 થી 55 વર્ષના તંદુરસ્ત વ્યક્તિ આ પરીક્ષણમાં ભાગ લઈ શકે છે. જો બધુ સમુસુતરૂ પાર પડ્યું તો આ વર્ષના અંતમાં કે આવનારા વર્ષની શરૂઆતમાં દેશને કોરોનાની સ્વદેશી રસી મળી જશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply