હરિયાણામાં હિંસા બાદ તનાવપૂર્ણ સ્થિતિ જોતા નૂંહમાં કરફ્યુ
Live TV
-
હરિયાણાના મેવાત ક્ષેત્રમા ધાર્મિક યાત્રાને લઇને બે સમુંદાયો વચ્ચે ગઇકાલે થયેલી હિંસામા બે હોમગાર્ડના જવાનોના મોત થયા હતાં. હિંસા બાદ નૂંહમા તનાવપૂર્ણ સ્થિતિ જોતા કરફ્યુ લગાડવામા આવ્યો છે.
આ વિસ્તારમા ઇન્ટરનેટ સર્વિસ બંધ કરવામા આવી છે. અગમ ચેતીના ભાગરૂપે નૂહુ, પલવલ, ગુરૂગ્રામ અને ફરિદાબાદમાં આજે તમામ શેક્ષણીક સંકુલો બંધ રખાયા છે.આજે બન્ને સમુહદાયના પ્રતિનિધીઓ વચ્ચે બીજા રાઉન્ડની શાંતિ બેઠક યોજાશે. ગઇકાલે મોડી રાત સુધી ચાલેલી આ બેઠકમાં હજુ સુધી કોઇ સમાધાન મળ્યું ન હતું.
