પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકમાન્ય તિલકને પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પી
Live TV
-
પીએમ લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર સ્વીકારશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકમાન્ય તિલકને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પુણેમાં લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર સ્વીકારશે પ્રધાનમંત્રી મોદી પૂણેમાં મુખ્ય વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું હતું કે “હું લોકમાન્ય તિલકને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. હું આજે પુણે જઈશ, જ્યાં હું લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર સ્વીકારીશ. હું ખરેખર ખુશ છું કે મને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે જે આપણા ઈતિહાસના આવા મહાન વ્યક્તિત્વના કાર્ય સાથે ગાઢ રીતે સંકળાયેલો છે.
"હું મુખ્ય વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરીશ."
