લોકસભામાં આજે ગૃહમંત્રી અમિત શાહ રજૂ કરશે દિલ્હી અધ્યાદેશ સંશોધન વિધેયક
Live TV
-
લોકસભામાં આજે ગૃહમંત્રી અમિત શાહ રજૂ કરશે દિલ્હી અધ્યાદેશ સંશોધન વિધેયક, આ બિલને રોકવા માટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વ્હીય ઇશ્યૂ કર્યું છે.
લોકસભામાં આજે ગૃહમંત્રી અમિત શાહ દિલ્હી રાષ્ટ્રીય રાજધાની રાજ્ય પ્રદેશ વહિવટ સુધારા વિધેયક-2023 રજૂ થશે. આ બિલને રોકવા માટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વ્હીય ઇશ્યૂ કર્યું છે. તેમજ વિપક્ષી નેતાઓ પાસેથી સમર્થન માંગ્યું છે. આ બીલ ગૃહમાં રજૂ થશે ત્યારે વિપક્ષની એકતાની ટેસ્ટ થઇ જશે. તેમજ હોબાળાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. રાજધાની દિલ્હીમા અધિકારીઓની બદલી અને પોસ્ટીંગ સંબંધીત આ બિલમાં વહિવટી અને લોકશાહી સંતુલનની જોગવાઇ છે. જે હેઠળ નેશનલ કેપિટલ સિવિલ સર્વિસ ઓથોરિટીની રચના થશે. દિલ્હીના મુખ્યમંત્રી ઓથોરિટીના અધ્યક્ષ બનશે. આ ઉપરાંત દિલ્હીના મુખ્યસચિવ અને મુખ્ય ગૃહસચિવ તેના સભ્ય બનશે. આ ઓથોરીટી પર ઉપરાજ્યપાલ નિર્ણય કરશે. જો ઓથોરિટી અને ઉપરાજ્યપાલનો દ્રષ્ટીકોણ અલગ હશે તો ઉપરાજ્યપાલનો નિર્ણય આખરી ગણાશે. આ ઉપરાંત લોકસભામા આજે જન્મ અને મૃત્યુ નોંધણી સુધારા વિધેયક-2023 તેમજ ઓફશોર ફિલ્ડ મિનરલ્સ વિકાસ અને નિયમન સુધારા વિધેયક-2023 રજૂ થશે. આ ઉપરાંત બંધારણ આદેશ અનુસુચિત જાતિ સુધારા વિધેયક-2023 ગૃહમાં રજૂ થશે. રાજ્યસભામા આજે એડવોકેટ સુધારા વિધેયક-2023 પ્રેસ અને મેગેઝીન નોંધણી વિધેયક-2023 તેમજ રાજ્ય સહકારી સોસાયટી સુધારા વિધેયક-2023 રજૂ થશે.
