Skip to main content
Settings Settings for Dark

હવામાન વિભાગની આગાહીઃ દિલ્લીમાં આવતીકાલથી તાપમાન નીચું જવાની અને શીતલહેર રહેવાની સંભાવના

Live TV

X
  • હવામાન વિભાગે આવનાર દિવસોમાં પંજાબ, ઉત્તરપ્રદેશ અને બિહારમાં ગાઢ ધુમ્મસ અને કડકડતી ઠંડીનું અનુમાન વ્યક્ત કર્યું છે. હવામાન વિભાગના વરિષ્ઠ વૈજ્ઞાનિક આર.કે.જિનામણીએ કહ્યું છે કે રાજસ્થાનમાં શીતલહેર ચાલુ રહેશે. દિલ્લીમાં આવતીકાલથી તાપમાન નીચું જવાની અને શીતલહેર રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. જિનામણીએ કહ્યું કે બિહાર અને ઉત્તરપ્રદેશ સહિત દેશના ઉત્તરના ભાગોમાં ગાઢ ધુમ્મસ છવાયેલું રહેશે. રાષ્ટ્રીય રાજધાનીમાં આજે હળવું ધુમ્મસ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગે આજે રાષ્ટ્રીય રાજધાનીમાં હળવા ધુમ્મસ અને તેના પછી સાફ આકાશ રહેવાનું પૂર્વાનુમાન વ્યક્ત કર્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
apply