Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય વિદેશ મંત્રી ડૉ. એસ.જયશંકર ઓસ્ટ્રીયાના પ્રવાસે, ઓસ્ટ્રીયાના ચાન્સલેર કાર્લ નેહામર સાથે કરી મંત્રણા

Live TV

X
  • કેન્દ્રીય વિદેશ મંત્રી ડૉ.એસ.જયશંકર ઓસ્ટ્રીયાના પ્રવાસે છે. વિયેનામાં જયશંકરે ભારતીય સમુદાયના લોકો સાથે વાતચીત કરી હતી. આ વાતચીત દરમિયાના તેમણે કહ્યું હતુ કે ભારત અને ઓસ્ટ્રીયા વચ્ચે સદભાવના વધારવા માટે ભારતીય મૂળના લોકોનું મહત્વપૂર્ણ યોગદાન છે.

    આ ઉપરાંત વિદેશમંત્રી ડૉ.એસ. જયશંકરે ઓસ્ટ્રીયાના ચાન્સલેર કાર્લ નેહામર સાથે મંત્રણા કરી છે. ટ્વીટમાં શ્રી જયશંકરે, કહ્યું કે, બંન્ને દેશે દ્વિપક્ષીય સહયોગ માટે સંમત થયા છે. તેમણે પ્રધાનમંત્રી મોદી તરફથી શુભેચ્છા પાઠવતા ભાવભીના સ્વાગત માટે શ્રી નેહામરનો આભાર માન્યો છે. આ બેઠકમાં યુરોપીયન સંધની નીતી યુક્રેન સંધર્ષ, હિંદં-પ્રશાંત અને પશ્ચિમ એશિયા જેવા વિવિધ મુદ્દે વાતચીત કરાઈ હતી. બંન્ને નેતાઓ ભારત-યુરોપીયન સંધ જોડાણો તથા દ્વિપક્ષીય સંબંધો વધારવા સંમત થયા હતા. આ અગાઉ, શ્રી જયશંકરે બાલ્ગેરીયાના રાષ્ટ્રપતિ રૂમેન રાદેવ સાથે મુલાકાત કરી હતી. ટ્વીટમાં શ્રી જયશંકરે જણાવ્યુ કે, આ મુલાકાત દરમ્યાન બંન્ને નેતાઓએ મેક ઈન ઈન્ડિયા તથા સ્થિતીસ્થાપક પુરવઠા શૃંખલા જેવા અંગે સહયોગ મજબૂત કરવા અંગે વિચાર વિમર્શ કર્યો. શ્રી જયશંકરે, ઓસ્ટ્રીયાના વિદેશમંત્રી સાથે તેમની પ્રથમ રાજદ્વારી બેઠક પણ કરી હતી. અને વિયેનામાં નવા વર્ષની પરંપરાગત ઉજવણીમાં આમંત્રણ આપવા બદલ આભાર માન્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
apply