Skip to main content
Settings Settings for Dark

બાન્દ્રાથી જોધપુર જઇ રહેલી સૂર્યનગરી એક્સપ્રેસના 13 કોચ પાટા પરથી ઉતર્યા

Live TV

X
  • રાજસ્થાનના પાલી પાસે સોમવારે વહેલી સવારે બાદ્રા ટર્મિનલ જોધપુર સૂર્યનગરી એક્સપ્રેસના 13 ડબ્બા પાટા પરથી ઉતરી જતાં અકસ્માત સર્જાયો હતો. જોકે, સદનસીબે કોઈ મોટી જાનહાની થઈ નહોતી. આ બનાવની જાણ થતાં રેલવે વિભાગે એક રાહત ટ્રેન મોકલીને રાહત કામગીરી શરૂ કરી હતી. 

    રાજસ્થાનના પાલીમાં બાંદ્રા ટર્મિનસ જોધપુર સૂર્યનગરી એક્સપ્રેસ (બાંદ્રા ટર્મિનસ-જોધપુર સૂર્યનગરી એક્સપ્રેસ)ના 11 ડબ્બા સોમવારે સવારે પાટા પરથી ઉતરી ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, અકસ્માત મોડીરાતે 3.27 કલાકે થયો હતો. ઉત્તર પશ્ચિમ રેલવેના CPROએ જણાવ્યું કે જોધપુર ડિવિઝનના રાજકિયાવાસ-બોમાદ્રા સેક્શન પર બોગી પાટા પરથી ઉતરી ગઈ. જો કે આ દુર્ઘટનામાં કોઈ જાન-માલના નુકસાનની કોઈ માહિતી નથી. સીપીઆરઓએ કહ્યું કે ઉત્તર પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર અને અન્ય ઉચ્ચ અધિકારીઓ રેલવેના જયપુર મુખ્યાલયમાં આ મામલાની દેખરેખ રાખી રહ્યા છે. ઘણા ઉચ્ચ અધિકારીઓ ટૂંક સમયમાં ઘટનાસ્થળે પહોંચી જશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
apply