નાણાંકીય વર્ષના ચોથા ક્વાર્ટર માટે નાની બચત યોજનાઓના વ્યાજદરમાં વધારો
Live TV
-
આજથી શરૂ થતાં વર્તમાન નાણાંકીય વર્ષના ચોથા ક્વાર્ટર માટે વિવિધ નાની બચત યોજનાઓના વ્યાજદરમાં વધારો.
સરકારે આજથી શરૂ થતાં વર્તમાન નાણાંકીય વર્ષના ચોથા ક્વાર્ટર માટે વિવિધ નાની બચત યોજનાઓના વ્યાજદરમાં વધારો કર્યો છે. પાંચ વર્ષના રાષ્ટ્રીય બચતપત્રનો વ્યાજદર 6.8 ટકાથી વધારીને 7 ટકા કરવામાં આવ્યો છે. ગઈકાલે નાણાં મંત્રાલયે જણાવ્યું છે કે, વરિષ્ઠ નાગરિક બચત યોજના પર વ્યાજદર 7.6 ટકાથી વધીને આઠ ટકા થયો છે. માસિક આવક ખાતાની બચત પર વ્યાજદર હવે 7.2 ટકા હશે 120 મહિનામાં પરિપક્વ થશે. એક વર્ષના સમયગાળાની નાની બચત થાપણનો વ્યાજદર 5.5 ટકાથી વધારીને 6.6 ટકા કરવામાં આવ્યો છે. જોકે, પબ્લીક પ્રોવિડન્ટ ફંડ સ્કીમ, સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ સ્કીમ અને સેવિંગ ડિપોઝિટ પર દર યથાવત રાખવામાં આવ્યા છે.
