હવામાન વિભાગે દેશના પૂર્વીય વિસ્તારમાં અતિ ભારે વરસાદની આગાહી કરી
Live TV
-
હવામાન વિભાગે આજે દેશના પૂર્વોત્તર વિસ્તારો અને સિક્કિમમાં ભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ મધ્ય પ્રદેશમાં આવતીકાલ સુધી ભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. આગામી ચાર દિવસમાં પૂર્વ રાજસ્થાન અને હિમાચલ પ્રદેશમાં 15, 16 જુલાઈના રોજ કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે, આજે ઉત્તર પ્રદેશના દેવબંધ, મુઝફ્ફરનગર, બિજનૌર, હસ્તિનાપુર, ચાંદપુર, ગઢમુક્તેશ્વર, સિયાના, અનુપશહર, શિકારપુર, પહાસુ, નરોરા અને આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે ઉત્તર પશ્ચિમ ભારતમાં વરસાદમાં ઘટાડો થવાની આગાહી કરી છે. જો કે, ગંગાના મેદાનોમાં આગામી ચાર દિવસ સુધી વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે.
અરુણાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળની તળેટી અને સિક્કિમમાં છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે આજે પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે.
