Skip to main content
Settings Settings for Dark

હવામાન વિભાગે દેશમાં કેટલાક રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની કરી આગાહી

Live TV

X
  • દેશના હવામાન વિભાગે કેટલાક રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ, ઓડિસા અને ઝારખંડમાં ભારે વરસાદની આગાહી છે.

    દેશના હવામાન વિભાગે કેટલાક રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ, ઓડિસા અને ઝારખંડમાં ભારે વરસાદની આગાહી છે. તો સાથે ઉત્તરી ઓડિશા, પશ્ચિમ બંગાળ અને ઝારખંડના તટીય વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતા છે. દિલ્હીની વાત કરવામાં આવે તો યુમના નદીનું જળ સ્તર ઘટ્યું છે. પરંતુ યમુના નદી ખતરાના નિશાનથી હજુ પણ ઉપર વહી રહી છે. તેલંગાણાના કેટલાક વિસ્તારોમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે ભારે વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં નિજામાબાદ અને કરીમનગર જિલ્લામાં ભારે વરસાદ નોંધાયો છે. આસામમાં હજુ પણ પૂરની સ્થિતિ ગંભીર છે. રાજ્યના 1 લાખથી વધુ લોકો પૂરપ્રભાવિત બન્યા છે, તો 8 લોકોનાં મોત થયા છે.  હિમાચલ પ્રદેશમાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે પર્વતીય વિસ્તારમાં ભેખડ ધસવાનો ક્રમ હજુ ચાલુ છે.   

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply