કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહના હસ્તે 'સહારા રિફંડ પોર્ટલ'નું કરાયું લોન્ચિંગ
Live TV
-
કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહએ નવી દિલ્હી ખાતેથી ‘CRCS-સહારા રિફંડ પોર્ટલ’ લોન્ચ કરી છે. આ પોર્ટલ મારફતે સહારાના રોકાણકારો પોતાના રૂપિયા પાછા મેળવી શકશે.
કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહએ નવી દિલ્હી ખાતેથી ‘CRCS-સહારા રિફંડ પોર્ટલ’ લોન્ચ કરી છે. આ પોર્ટલ મારફતે સહારાના રોકાણકારો પોતાના રૂપિયા પાછા મેળવી શકશે. CRCS-સહારા રિફંડ પોર્ટલ લોન્ચ પ્રસંગે કેન્દ્રીય મંત્રી અમિત શાહએ જણાવ્યું કે, સુપ્રિમ કોર્ટના નિવૃ્ત્ત ન્યાયધીશ લોકોની મુશ્કેલીને સમજીને પરિશ્રમ કરે છે તે આપણા માટે સકારાત્મક બાબત છે. કેન્દ્રીય સહકારીતા મંત્રીએ વધુમાં કહ્યું કે,1કરોડ 7 લાખ રોકાણકારોને તેમની સંપૂર્ણ રકમ પરત મળી જશે. કુલ 4 કરોડ રોકાણકારો છે જેમને પ્રથમ દષ્ટીકોણથી 10 હજાર રૂપિયાની રકમ પરત મળશે. કેન્દ્રિય ગૃહમંત્રીએ ઉમેર્યું કે, આ ફક્ત શરૂઆત છે તેમજ સારો રોકાણકારોને ક્યાંય પણ મુશ્કેલી ઉભી થશે નહી.
