Skip to main content
Settings Settings for Dark

હવે સહકારી બેંકો RBI નિયંત્રણ હેઠળ આવશે, સહકારી બેંકોના થાપણદારોને મોટી રાહત

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠક આ અંગેનો નિર્ણય લેવાયો હતો

    સહકારી બેંકોના થાપણદારોને મોટી રાહત આપતા કેન્દ્ર સરકારે દેશની તમામ 1 હજાર 540 સહકારી બેંકો અને મલ્ટિ સ્ટેટ. કો.ઓપરેટિવ બેન્કો હવે રિઝર્વ બેન્કના સીધા નિયંત્રણ હેઠળ આવશે. વટહુકમને રાષ્ટ્રપતિને મંજૂરી મળતા જ સહકારી બેન્કો સીધી રિઝર્વ બેંકના નિયંત્રણ હેઠળ આવી જશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠક આ અંગેનો નિર્ણય લેવાયો હતો. હાલમાં કો.ઓપરેટિવ બેન્કો સહકારી સોસાયટીઓ અને રિઝર્વ બેન્ક એમ બંનેના નિયંત્રણ હેઠળ આવે છે. કેન્દ્ર સરાકારે દેશની દેશની સહકારી બેન્કો પરનો રાજ્ય સરકારોનો અંકુશ ખેંચી લેવામાં આવ્યો છે. આ સાથે જ સહકારી બેંન્કો પરનો રાજકીય અંકુશ અને દખલગીરી પર પણ બ્રેક લાગવાની સંભાવના છે. રિઝર્વ બેન્ક જ હવે ગુજરાતની 217 શહેરી સહકારી બેન્કોને અને 18 જિલ્લા સહકારી બેન્કો સહિત દેશભરની તમામ સહકારી બેન્કોનું નિયમન કરશે. તેમના સ્ટેચ્યુટરી ઓડિટ. સ્પેશિયલ ઓડિટ., કોન્કરન્ટ ઓડિટ કરાવવા માટે ઓડિટરની નિમણૂક કરવાની સત્તા અત્યાર સુધી રાજ્ય સરકારના રજિસ્ટ્રારના હાથમાં હતી તે સત્તા હવે રિઝર્વ બેન્કના હાથમાં સોંપી દેવામાં આવી છે. આ ઓડિટરની નિમણૂક પણ હવે રજીસ્ટ્રાર કરી શકશે નહી. કેન્દ્ર સરકાર વટહુકમ-ઓર્ડિનન્સના માધ્યમથી આ ફેરફારોને અમલી બનાવશે તેવી કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply