જાણો, લદ્દાખમાં લડાઈ આપનાર બિહાર રેજિમેન્ટના શૌર્યની 21 વર્ષની અદ્દભૂત ગાથા
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગયા અઠવાડિયે કહ્યું હતું કે, 'લદ્દાખમાં આપણા બહાદુર સૈનિકોએ આપેલા બલિદાન પર દેશને ગર્વ છે. આજે જ્યારે હું બિહારના લોકો સાથે વાત કરી રહ્યો છું, તો હું કહીશ કે આ વીરતા બિહાર રેજિમેન્ટની હતી. જેના પર દરેક બિહારીને ગર્વ છે.'
આ સંદર્ભે ઈન્ડિયન આર્મીની નોર્ધન કમાન્ડના ઓફિશિયલ ટ્વિટર પર એક વીડિયો પણ જારી કરવામાં આવ્યો છે, જેમાં બિહાર રેજિમેન્ટના જવાનોના સાહસને ગાથા દર્શાવવામાં આવી છે. આ વીડિયો સાથે ટ્વિટ કરવામાં આવ્યું છે કે, 'ભારતીય સેના કારગિલના 21 વર્ષ... ધ્રુવ યૌદ્ધાઓની ગાથા અને બિહાર રેજિમેન્ટના સિંહયૌદ્ધા લડવા માટે જન્મ્યા છે. તેઓ બેટ નહીં બેટમેન છે. દરેક સોમવાર પછી મંગળવાર આવે છે. બજરંગબલી કી જય.'
1 મિનિટ 57 સેકન્ડના આ વીડિયોમાં 1857 થી 1999 સુધી રેજિમેન્ટ દ્વારા સર કરાયેલા હર્ક્યુલિયન મિશનની જાણકારી આપવામાં આવી છે. તો, આપણે પણ બિહાર રેજિમેન્ટની વીરગાથા વિશે જાણીએ.
જ્યારે બિહાર રેજિમેન્ટની પહેલી બટાલિયને પાકિસ્તાની સેના પાસેથી કારગિલના ક્ષેત્ર પર કબજો કરી લીધો હતો. વીડિયોમાં મેજર અખિલ પ્રતાપ કહે છે કે, 'આ એ જ મહિનો હતો, 21 વર્ષ પહેલા. બિહાર રેજિમેન્ટે કારિગલમાં ઘૂસણખોરોને મોતને ઘાટ ઉતાર્યા હતા. બિહાર રેજિમેન્ટ હિંમત સાથે ઉંચાઈ પર ગઈ હતી અને ગૌરવની સાથે પરત ફર્યા હતા.'
કેવી રીતે રાખવામાં આવે છે રેજિમેન્ટના નામ
ભારતીય સેનાના સ્વતંત્રતા-પૂર્વ સમય પર નજર કરીએ તો બ્રિટિશ ભારતીય સૈનિકોની રેજિમેન્ટોમાં ઘણા રેજિમેન્ટના નામ તેમના વિસ્તારો પરથી રાખવામાં આવે છે. સૈનિકોની ભરતી જ્યાંથી કરવામાં આવતી, તે વિસ્તાર પરથી જ રેજિમેન્ટનું નામ પાડવામાં આવતું હતું. જેમ કે, શીખ રેજિમેન્ટમાં શીખ સમુદાયના લોકોને ભરતી કરવામાં આવે છે. બિહાર રેજિમેન્ટની સ્થાપના 1941માં બીજા વિશ્વ યુદ્ધ દરમ્યાન કરવામાં આવી હતી.1947 બાદ થયું પરિવર્તન
જાતિ, ક્ષેત્ર અને ધર્મ આધારિત રેજિમેન્ટની બ્રિટિશ નીતિમાં આઝાદી બાદ ફેરફાર કરવામાં આવ્યો. 1947થી ભારતીય સેનામાં કોઈ સમુદાય આધારિત રેજિમેન્ટ બનાવવામાં આવી નથી. હાલમાં આર્મી ચીફ જનરલ એમ એમ નરવણે એક મહારાષ્ટ્રીયન બ્રાહ્મણ હોવા છતાં શીખ લાઈટ ઈન્ફ્રેંટ્રીમાંથી આવે છે. ભારતીય આર્મીમાં હાલમાં 24 સમુદાય આધારિત રેજિમેન્ટ છે, જ્યારે કેટલીક રેજિમેન્ટ મિશ્રિત સમુદાયની પણ છે.બિહાર રેજિમેન્ટના કારનામાં
વર્ષ 1947, 1965, 1971 ના ભારત-પાક યુદ્ધ હોય કે કારગિલ યુદ્ધ, દરેક મોર્ચા પર બિહારના જવાનો દુશ્મનોને પછાડવામાં સફળ રહ્યા છે. કારગિલ પરાક્રમને તો વિશ્વ જાણે છે. આ લડાઈમાં બિહાર રેજિમેન્ટના 10 હજાર સૈનિકો સામેલ થયા હતા. 1971ની લડાઈમાં જ્યારે પાકિસ્તાનના બે ભાગલા થયા, ત્યારે પણ બિહાર રેજિમેન્ટની ભૂમિકા મહત્વની હતી. આજે ફરી લદાખમાં બિહારના જવાનોએ ચીની સૈનિકોને લડત આપી હતી.
