Skip to main content
Settings Settings for Dark

કેબિનેટ બેઠકઃ અંતરિક્ષ ક્ષેત્રમાં મોટા સુધારા, નવી સંસ્થા IN-SPACe બનાવાશે

Live TV

X
  • સરકારી ક્ષેત્રનું સાહસ ‘ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ (એનએસઆઇએલ)’ અંતરિક્ષ પ્રવૃત્તિઓને ‘પુરવઠાલક્ષી મોડલ’માંથી ‘માગ સંચાલિત’ મોડલ તરફ દોરી જશે, જેથી આપણી અંતરિક્ષ ક્ષેત્રની અસ્કયામતોનો અસરકારક ઉપયોગ સુનિશ્ચિત થશે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકે અંતરિક્ષ ક્ષેત્રમાં દૂરગામી સુધારાને મંજૂરી આપી હતી. આ સુધારાઓનો ઉદ્દેશ અંતરિક્ષ ક્ષેત્ર સાથે સંબંધિત તમામ પ્રકારની પ્રવૃત્તિઓમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારીને પ્રોત્સાહન આપવાનો છે. આ નિર્ણય પ્રધાનમંત્રીના ભારતની કાયાપલટ કરવાના તથા દેશને આત્મનિર્ભર અને ટેકનોલોજીકલ રીતે વિકસિત બનાવવાના લાંબા ગાળાના વિઝનને ધ્યાનમાં રાખીને લેવાયો છે.

    અંતરિક્ષ ક્ષેત્રમાં અદ્યતન ક્ષમતાઓ ધરાવતા દેશોમાં ભારતની ગણના થાય છે. હવે આ સુધારાઓ સાથે અંતરિક્ષ ક્ષેત્રને નવી ઊર્જા અને ગતિ પ્રાપ્ત થશે. જેથી દેશ અંતરિક્ષ ક્ષેત્રમાં વધુ હરણફાળ ભરી શકશે. ઉપરાંત ટેકનોલોજી ક્ષેત્રમાં મોટા પાયે રોજગારીની તક ઊભી થશે અને ભારત આંતરરાષ્ટ્રીય સ્તરનું ટેકનોલોજી પાવરહાઉસ બનશે.

    નવી રચાયેલી ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર (IN-SPACe ઇન-સ્પેસ) ભારતીય અંતરિક્ષ ક્ષેત્રમાં માળખાગત સુવિધાઓનો ઉપયોગ કરવા ખાનગી કંપનીઓને સરકારી કંપનીઓ જેટલી સુવિધા પ્રદાન કરશે. આ નીતિગત પ્રોત્સાહન અને અનુકૂળ નિયમનકારક વાતાવરણ દ્વારા અંતરિક્ષ ક્ષેત્ર સાથે સંબંધિત કામગીરીઓમાં ખાનગી ઉદ્યોગોને ટેકો, પ્રોત્સાહન અને માર્ગદર્શન પણ આપશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply