Skip to main content
Settings Settings for Dark

2014 થી જૂન 2023 સુધીમાં, 13,75,000 થી વધુ ભારતીય નાગરિકોએ નાગરિકતાનો ત્યાગ કર્યો : ડૉ. સુબ્રમણ્યમ જયશંકર

Live TV

X
  • વિદેશ મંત્રી ડૉ. સુબ્રમણ્યમ જયશંકરે આજે લોકસભામાં એક લેખિત જવાબમાં માહિતી આપી હતી કે 2014 થી જૂન 2023 સુધીમાં 13 લાખ 75 હજારથી વધુ ભારતીય નાગરિકોએ તેમની નાગરિકતાનો ત્યાગ કર્યો છે. આપેલા આંકડા અનુસાર આ વર્ષે જૂન સુધી 87 હજારથી વધુ લોકોએ પોતાની નાગરિકતા છોડી દીધી છે. છેલ્લા બે દાયકામાં ભારતીય નાગરિકો દ્વારા વૈશ્વિક કાર્યસ્થળની શોધ નોંધપાત્ર રહી છે. અંગત સગવડતાના કારણે ઘણા નાગરિકોએ વિદેશી નાગરિકતા પસંદ કરી છે. આ જણાવતાં વિદેશ મંત્રીએ કહ્યું કે મેક ઇન ઇન્ડિયાએ ભારતીય ડાયસ્પોરા સાથે જોડાવા માટે અનેક પહેલ કરી છે અને ભારતીય ડાયસ્પોરાની પ્રતિષ્ઠાનો ઉપયોગ રાષ્ટ્રીય લાભ માટે કરવામાં આવ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply