મણિપુરમાં મહિલા સાથે હેવાનિયતની ઘટનામાં અત્યાર સુધી ચાર લોકોની ધરપકડ
Live TV
-
મુખ્યમંત્રી એન.બિરેનસિંહે પણ અપરાધિઓને મૃત્યુદંડની સજા અપાવવા આશ્વાસન આપ્યું છે.
મણિપુરના થૌબલ જિલ્લામાં મહિલાઓ સાથે અમાનવીય વ્યવહાર થયાના કેસમાં પોલીસે વધુ ત્રણ આરોપીની ધરપકડ કરી છે. આ રીતે અત્યાર સુધીમાં કુલ ચાર આરોપીની ધરપકડ થઇ ચુકી છે. નોંગપોક સેકમાઇ પોલીસ મથક વિસ્તારમાં મહિલાઓનું અપહરણ કરીને સામુહિક દુષ્કર્મ થયાનો કેસ નોંધાયો હતો. આ દરમિયાન મણિપુરના રાજ્યપાલ અનુસુઇયા ઉઇકેએ પોલીસ મહાનિદેશકને બોલાવીને ઘટનાની જાણકારી મેળવી હતી. રાજ્યપાલે આરોપીઓને ઝડપીને તેમને કઠોર સજા અપાવવા તાકીદે કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપી હતી. મુખ્યમંત્રી એન.બિરેનસિંહે પણ અપરાધિઓને મૃત્યુદંડની સજા અપાવવા આશ્વાસન આપ્યું છે.
