Skip to main content
Settings Settings for Dark

6 રાજ્યોમાં કોરોના કેસોમાં વધારોઃ છેલ્લા 24 કલાકમાં દેશમાં નવા નોંધાયેલા 18,711 પોઝિટીવ કેસો

Live TV

X
  • દેશમાં 6 રાજ્યોમાં કોવિડ-19ના કેસોમાં દૈનિક ધોરણે તીવ્ર ગતિએ નવા કેસોમાં વધારો નોંધાઇ રહ્યો છે. આ રાજ્યોમાં મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક, ગુજરાત, અને તમિલનાડુ છે. છેલ્લા 24 કલાકમાં નવા નોંધાયેલા 18,711 પોઝિટીવ કેસોમાંથી , માત્ર આ 6 રાજ્યોમાં જ કુલ 84.71% કેસો નોંધાયા છે.

    દેશમાં 6 રાજ્યોમાં કોવિડ-19ના કેસોમાં દૈનિક ધોરણે તીવ્ર ગતિએ નવા કેસોમાં વધારો નોંધાઇ રહ્યો છે. આ રાજ્યોમાં મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક, ગુજરાત, અને તમિલનાડુ છે. છેલ્લા 24 કલાકમાં નવા નોંધાયેલા 18,711 પોઝિટીવ કેસોમાંથી , માત્ર આ 6 રાજ્યોમાં જ કુલ 84.71% કેસો નોંધાયા છે.

    દેશભરમાં રવિવારે 18 હજાર 599 નવા કોરોનાના કેસ નોંધાયા છે, જ્યારે દેશમાં કોરોનાના સક્રીય કેસની સંખ્યા  1 લાખ 88 હજાર 747 થઈ છે. અત્યાર સુધી દેશભરમાં કુલ 2 કરોડ 9 લાખથી વધુ લોકોને કોરોનાની વેક્સિન આપવામાં આવી છે. ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદના આંકડા પ્રમાણે ગઈકાલ સુધી કોરોના વાયરસની તપાસ માટે કુલ 22 કરોડ 19 લાખ 271 સેમ્પલની ટેસ્ટ કરવામાં આવી હતી. જે પૈકી 5 લાખ 37 હજાર 764 સેમ્પલ ગઈકાલે ટેસ્ટ કરવામાં આવ્યા. 

    કેન્દ્રિય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણ અને નીતિ આયોગના સભ્ય ડૉક્ટર વી. કે. પોલે હરિયાણા, આંધ્રપ્રદેશ, ઓડિશા, ગોવા, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્લી અને ચંડીગઢના આરોગ્ય સચિવો સાથે વાતચીત કરી હતી. આ રાજ્યોમાં કોરોનાનું સંક્રમણ વધતા તેમને નિરીક્ષણ વધારવા કન્ટેઈન્મેન્ટ ઝોન બનાવવા અને ટેસ્ટિંગ વધારવાના આદેશ અપાયા હતા
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2025 Max Temp : °C Min Temp : °C
apply